ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / VTV વિશેષ / History Of BJP Shiv Sena Alliance

રાજનીતિ / બાળ ઠાકરે-વાજપેયીથી ઉદ્ધવ-મોદી સુધી, ઉતાર-ચઢાવ ભરેલા રહ્યા દોસ્તીના 30 વર્ષ

Published By: Kavan

Last Updated: 06:08 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે દિલ્હી પહોંચી ગયો છે. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને કારણે લગભગ 30 વર્ષ પહેલાં રચાયેલું આ રાજકીય જોડાણ હવે પતનને આરે છે. પરંતુ, આ પહેલીવાર નથી જ્યારે બંને પક્ષો એટલા મજબૂત બન્યા છે કે ગઠબંધન પોતે જ જોખમમાં દેખાવા માંડ્યું છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સત્તાનું કોકડું ફરી ગુંચવાયું
  • 30 વર્ષ પહેલા રચાયેલું રાજકીય જોડાણ પતનના આરે
  • અટલ સરકારમાં શિવસેના 3 સાંસદો બન્યા હતા મંત્રી 

નોંધનીય છે કે, શિવસેનાના સંસ્થાપક બાળા ઠાકરેએ 1989 માં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. ભાજપ તરફથી પ્રમોદ મહાજનના આ ગઠબંધનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભાજપ-શિવસેનાએ 1989 ની લોકસભા અને 1990 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળી લડ્યા હતા. 

બાળા સાહેબ ઠાકરે તથા અટલજી 

ગઠબંધન 2 વર્ષ ચાલ્યું

ભાજપ-શિવસેના વચ્ચે પ્રથમ ગઠબંધનના માત્ર બે વર્ષ જોવા મળ્યું. જ્યારે બૃહમ્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠક વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. શિવસેનાને વધુ બેઠકો જોઈતી હતી તેથી બંનેએ જોડાણ તોડ્યું.

1995 માં સાથે મળી બનાવી સરકાર 

1995 માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ અને શિવસેનાએ મળીને સરકાર બનાવી હતી. જોકે, સૌથી વધુ બેઠકો જીતેલી કોંગ્રેસને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. ચૂંટણી પહેલા ભાજપ-શિવસેનાનું ગઠબંધન નહોતું. પરંતુ, પરિણામોએ બંનેને સરકાર બનાવવાની ફરજ પાડી હતી.

અટલ સરકારમાં શિવસેનાના 3 સાસંદ બન્યા મંત્રી 

મહારાષ્ટ્રમાં ગઠબંધનની અસર દિલ્હીના રાજકારણમાં પણ જોવા મળ્યું હતું જ્યારે વાજપેયી સરકારમાં શિવસેનાના બે સાંસદ કેબિનેટ પ્રધાન બન્યા હતા અને એક રાજ્યમંત્રી બન્યા હતા. તમને જણાવી દઈએ કે સરકારમાં હતા ત્યારે પણ શિવસેના ભાજપના સૌથી મોટા વિવેચકોમાંની એક હતી. બાળાસાહેબ રામમંદિર દ્વારા કલમ 370 સહિતના અનેક મુદ્દાઓ પર સતત ભાજપની ટીકા કરવામાં આવી હતી.

PM મોદી તથા ઉદ્ધવ ઠાકરે 

1999માં ભાજપ-શિવસેના વચ્ચેની લડાઇનો અન્ય પક્ષોએ લીધો લાભ

1999 માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવા માટે ભાજપ-શિવસેના વચ્ચેની લડાઇ 13 દિવસ સુધી ચાલુ રહી. એનસીપી અને કોંગ્રેસે તેનો લાભ લીધો હતો.

2004 થી 2014 સુધી ભાજપ સાથે વિરોધ પક્ષમાં રહ્યું શિવસેના 

2004 માં અટલ સરકાર ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ સત્તામાં આવી. 10 વર્ષ સુધી શિવસેનાએ ભાજપ સાથે મળીને સંસદમાં વિરોધી પક્ષની ભૂમિકા નિભાવી હતી. રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ બંને પક્ષોએ લડ્યા હતા જેમાં ભાજપને 54 બેઠકો મળી હતી અને શિવસેનાને 62 બેઠકો મળી હતી.

shiv sena questions bjp over not claiming stake to form govt in maharashtra 2
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે 

2014 માં સમજૂતી નહીં થવાને કારણે અલગ-અલગ રીતે મેદાનમાં ઉતરી 

2014 ની મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણી દરમિયાન બેઠક પર સમજૂતી ન થવાને કારણે બંન્ને પાર્ટીઓ અલગ-અલગ રીતે ચૂંટણી મેદાનમાં ઉતરી. જેમાં ભાજપનો વિજય થયો અને દેવેન્દ્ર ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 

2019 ની લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ-શિવસેના વચ્ચે થયું ગઠબંધન 

2018 સુધી શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે જોડાણની સંભાવનાને નકારી કાઢી હતી. પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે આશ્ચર્યજનક જોડાણ થયું હતું અને બંને પક્ષોએ મળીને લોકસભાની ચૂંટણી લડી હતી.

2019 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, આરોપ-પ્રત્યારોપણ વચ્ચે એક થઇ ભાજપ-શિવસેના 

2019 દરમિયાન યોજાયેલ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું અને ચૂંટણી લડવામાં આવી, જો કે, ત્યારબાદ બંન્ને પક્ષોને પુરતા પ્રમાણમાં બેઠકો મળતા સત્તાને લઇ રાજકીય કોકડું ગુંચવાયું. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Narendra Modi Shivsena Uddhav Thackeray atal bihari vajpayee bal thackeray ગુજરાતી ન્યૂઝ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ