બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 9માંથી 1 ભારતીય કોઈ ને કોઈ બીમારીના લપેટામાં, ICMRના રિપોર્ટમાં સ્તબ્ધ થઈ જાય તેવા ખુલાસા

હેલ્થ / 9માંથી 1 ભારતીય કોઈ ને કોઈ બીમારીના લપેટામાં, ICMRના રિપોર્ટમાં સ્તબ્ધ થઈ જાય તેવા ખુલાસા

Published By: Vidhata Gothi

Last Updated: 11:01 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMR Report: ICMRના એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં દર 9માંથી એક વ્યક્તિ કોઈને કોઈ સંક્રામક બીમારીની ચપેટમાં છે.

ICMR Report: ભારતમાં સંક્રમણનું જોખમ સતત વધી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક અહેવાલમાં ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, દેશમાં દર નવમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ ચેપી સંક્રામક બીમારી છે. ICMRએ આ માહિતી તેના વાયરસ રિસર્ચ અને ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્કના ડેટાના આધારે આપી છે. ચાલો જાણીએ કે દર નવમાંથી એક ભારતીય કોઈને કોઈ રોગથી સંક્રમિત કેવી રીતે છે અને ICMRના ચોંકાવનારા અહેવાલમાં શું ખુલાસો થયો છે.

sick-woman-with-paper-napkin-warming-under-blanket-2023-11-27-05-34-31-utc

કેવી રીતે વધી રહ્યો છે સંક્રમણ દર?

ICMRના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ 2025 વચ્ચે લેવાયેલા 2,28,856 સેમ્પલમાંથી 24,502 એટલે કે 10.7 ટકામાં સંક્રમણ મળી આવ્યું છે. જ્યારે એપ્રિલથી જૂન 2025 વચ્ચે 2,26,095 સેમ્પલમાંથી 26,055 એટલે કે 11.5 ટકા સંક્રમણ મળી આવ્યું છે. આનો અર્થ એ છે કે સંક્રમણ દરમાં 0.8 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં સંક્રામક બીમારીઓ સતત વધી રહી છે અને જો સમયસર અસરકારક પગલાં નહીં લેવામાં આવ્યા તો આવનાર સમયમાં એક મોટું સ્વાસ્થ્ય સંકટનું કારણ પણ બની શકે છે.

vtv app promotion

કઈ-કઈ બિમારીઓના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે?

ICMR રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં સૌથી વધુ નોંધાયેલા સંક્રમણમાં ઇન્ફલ્યુએન્ઝા A, ડેન્ગ્યુ, હેપેટાઇટિસ A, નોરોવાયરસ અને હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ સામેલ છે. આ બીમારીઓના કારણે લોકોને શ્વાસ લેવા સંબંધિત સંક્રમણ, કમળો, ઝાડા અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું જોખમ વધી રહ્યું છે. ICMRના રિપોર્ટ અંગે, નિષ્ણાતોનું કહેવું છે કે સંક્રમણના દરમાં વધારો ભલે નજીવો દેખાઈ રહ્યો હોય, પરંતુ તેને અવગણી શકાય નહીં. તે મોસમી બીમારીઓઅને નવા સંક્રમણ માટે અર્લી વોર્નિંગ તરીકે કામ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે જો સંક્રમણના ત્રિમાસિક ડેટા પર નજર રાખવામાં આવે તો ભવિષ્યમાં રોગચાળાની સ્થિતિને અટકાવી શકાય છે.

આ પણ વાંચો: વિચાર તો આવ્યો હશે! ઘરે, ઓફિસ કે રસ્તામાં એકલા હોય અને હાર્ટ એટેક આવે તો શું કરવું? 10 પગલાં બચાવશે જીવ

2014થી અત્યાર સુધીમાં 40 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ

ICMR પ્રમાણે, વર્ષ 2014થી 2024 દરમિયાન દેશભરમાં 40 લાખથી વહુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 18.8 ટકા સેમ્પલમાં સંક્રમણ પેદા કરનાર વાયરલ મળ્યા છે. જ્યારે નિષ્ણાતો માને છે કે સંક્રમણ દરમાં વધારો થવાના મુખ્ય કારણોમાં ઝડપી શહેરીકરણ, ભીડભાડ, સ્વચ્છતાની કમી અને આબોહવા પરિવર્તન સામેલ છે, જે વાયરસ અને બેક્ટેરિયાના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં સંક્રામક રોગોના કેસોનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. આ સિવાય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વધતો સંક્રમણ દર ભવિષ્યમાં દેશની સ્વાસ્થ્ય સંભાળ વ્યવસ્થાને ભારે પડી શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Indian Infection Rate ICMR Report

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ