ન્યૂઝ ઉપડેટસ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વિચાર તો આવ્યો હશે! ઘરે, ઓફિસ કે રસ્તામાં એકલા હોય અને હાર્ટ એટેક આવે તો શું કરવું? 10 પગલાં બચાવશે જીવ
Last Updated: 09:56 AM, 5 November 2025
છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ અટેકથી મૃત્યુની સંખ્યા વધવા લાગી છે. જેમાં કેટલાક લોકોનું કહેવુ છે કે અનેક કેસમાં કોઈ પૂર્વ સંકેત આવ્યા વગર પણ સીધો હાર્ટ અટેક આવવાથી લોકોના મોત થયા છે. જેમાં યુવાનો પણ સામેલ છે. WHOના આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે 17.9 મિલિયન લોકો કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મૃત્યુ પામે છે. જેમાં દર 5 માંથી 4 લોકોના મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે.
ADVERTISEMENT
ગત 2-3 વર્ષમાં એવા વીડિયો ફુટેજ આપણને જોવા મળ્યા કે જેમાં જીમ દરમિયાન, લગ્નમાં ડાન્સ કરતી વખતે અથવા ક્રિકેટ જેવી ગેમ રમતી વખતે અચાનક હાર્ટ અટેક આવવાથી મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી છે. જેથી એક ધારણા બનવા લાગી કે હાર્ટ એટેક અચાનક આવે છે પરંતુ તે માન્યતા ખોટી છે. જ્યારે હાર્ટ અટેક આવવાનો હોય ત્યારે શરીરમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. જેને હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત કહેવાય છે. હમણા કરેલી એક સ્ટડીમાં હાર્ટ અટેક આવવા પહેલાના 7 લક્ષણોની ઓળખ કરાઈ છે.
1 મહિના પહેલા આ લક્ષણો દેખાય છે
ADVERTISEMENT
અસામાન્ય ધબકારા
જો તમારા હૃદયના ધબકારા થોડી સેકંડથી વધુ સમય માટે અસામાન્ય થઈ રહ્યાં છે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
છાતીનો દુખાવો
છાતીની ડાબી બાજુનો દુખાવો પણ હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. જો તમને હાર્ટ બ્લોકેજ હોય અથવા જો તમને હાર્ટ એટેક આવી રહ્યો હોય છાતીમાં દુખાવો અનુભવાય છે. એવામાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
ખભામાં દુખાવો
જો તમને તમારા ખભામાં ખાસ કરીને ડાબા ખભામાં કોઈ ઈજા વગર સતત દુખાવો થતો હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
પુષ્કળ પરસેવો થવો
જો તમારું શરીર કસરત કર્યા વિના અથવા એસીમાં હોવા છતાં વધારે પડતો પરસેવો કરે છે તો તે હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે.
ADVERTISEMENT
સતત ઉલટી આવવી
ઉલટી થવાના ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને વારંવાર ઉલટી અને પેટમાં દુખાવો થતો હોય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે.
આ પણ વાંચોઃ સીધા નળના પાણીથી મોં સાફ કરવાની ભૂલ ન કરતાં! ડોક્ટરે જણાવ્યા ગંભીર નુકસાન
શ્વાસ લેવામાં તકલીફ
જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
થાક અને હાથ-પગ ઠંડા પડવા
જો તમે વધુ નબળાઈનો અનુભવ થઈ રહ્યો છો અને તમારા હાથ અને પગ પણ ધીમે ધીમે ઠંડા થઈ રહ્યાં છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
ઉપાયો
સંયમિત ડાયેટ લો
30 વર્ષની ઉંમર સુધી મેટાબોલિક રેટ એવો હોય છે કે બધુ પચી જાય છે, ત્યારબાદ જો વધુ ખાવ તો તે ફેટ અને કોલેસ્ટ્રોલના રુપમા જમા થાય છે. તેથી હાર્ટ ડિસીઝની શક્યતાઓ વધી જાય છે.
40 મિનિટ વ્યાયામ કરો
રોજ ફરજિયાત 40 મિનિટ વ્યાયામ કરો. તેનાથી શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. વ્યાયામથી સ્ટ્રેસ લેવલ પણ ઘટે છે. 40 મિનિટનું બ્રિસ્ક વોકિંગ પણ ફાયદાકારક છે.
સ્ટ્રેસથી બચો
તણાવથી હોર્મોન-એંજાઇમ્સના સંતુલનમાં ગરબડ થાય છે. ડિપ્રેશન અને હાઇ બીપી થાય છે. અનુલોમ-વિલોમ અને પ્રાણાયમથી વધુ ઓક્સિજન મળે છે અને સારું મહેસુસ થાય તેવા હોર્મોન્સ વધે છે.
સમય પર કરાવો સ્ક્રીનિંગ
30 વર્ષની ઉંમર બાદ રિસ્ક એસેસમેન્ટ કરાવવું જોઇએ. જેની ફેમિલિ હિસ્ટ્રીમાં બીપી, કિડની અને હાઇ કોલેસ્ટ્રોલ હોય તેઓ હાઇરિસ્કની શ્રેણીમાં આવે છે. તેમણે તો વર્ષમાં એક વાર તપાસ ખાસ કરાવવી જોઇએ.
લિક્વીડ કુકિંગ ઓઇલ ખાવ
કુકિંગ ઓઇલમાં સરસવ, અળસી, સુર્યમુખી, રિફાઇન્ડ અને ઓલિવ ઓઇલનો પ્રયોગ કરી શકાય છે. વનસ્પતિ ઓઇલના પ્રયોગથી બચો. રોજ 15 મિલિ ઓઇલ ખાઇ શકો છો
હાર્ટ પેશન્ટ દુધ ઓછુ લે
હાર્ટના દર્દીઓ ડોકટરની સલાહ પર દુધની માત્રા નિર્ધારિત કરે. વધુ દુધ પીવાથી ટ્રાઇ ગ્લિસરાઇડ વધી શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલ પણ વધે છે.
નશાથી દુર રહો
ધુમ્રપાન અને આલ્કોહોલથી હ્રદયને ખતરો વધે છે. સ્મોકિંગ કરનારા લોકોમાં હ્રદય રોગની શક્યતાઓ વધી જાય છે. વધુ દુધ પીવાથી ટ્રાઇગ્લિસરાઇડ વધી શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલ પણ વધે છે.
રાત્રે 8 વાગ્યા પહેલા ડિનર કરો
સુવાના ત્રણથી ચાર કલાક પહેલા ડિનર કરી લો અથવા રાત્રે 8 વાગ્યા પહેલા જમી લો. લોકો રાત્રે વધુ જમે છે તેનાથી પાચન અને હ-દય બંનેને નુકશાન થવાની શક્યતાઓ વધી જાય છે. પાચન બગડવાની અસર હાર્ટ પર પણ પડે છે.
વજન વધે તરત કન્ટ્રોલ કરો
નિયમિત રીતે તમારુ વજન ચેક કરતા રહો. જો વધતા વજનને શરુઆતમાંજ ડાયેટ અને વ્યાયામથી નિયંત્રિત કરી લેવામાં આવે તો હ્રદય અને અન્ય રોગોથી બચી શકાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtv Digital આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.