બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે જલ્દી ઊંઘ નથી આવતી? તો અપનાવો આ 4-7-8 બ્રીથિંગ ટેકનીક
Last Updated: 04:56 PM, 10 May 2025
લાઇફમાં ખોરાક અને પાણીની માફક પૂરતી ઊંઘ પણ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિ સારી ઊંઘ લેવા માંગે છે જેથી તેમનો થાક દૂર થાય અને ફ્રેશનેસ આવે. પરંતુ આજકાલ મોટાભાગના લોકો ઊંઘની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યાનો સામનો કરવા માટે તમે 4-7-8 બ્રીથિંગ ટેકનિક અપનાવી શકો છો. આ રીત એવા લોકો માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ રાત્રે અનિદ્રાને કારણે પડખા બદલતા રહે છે. આ ટેકનિક શું છે અને તેને કેવી રીતે અપનાવવી તે જાણીએ.
ADVERTISEMENT
જો તમે ધ્યાન અને વિઝ્યુલાઇઝેશનને સાથે મિલાવો છો તો તે બ્રીથિંગ ટેકનિક સમય સાથે તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરી શકે છે. 4-7-8 બ્રીથિંગ ટેકનિક આરામને પ્રોત્સાહન આપી ચિંતા ઘટાડીને ઝડપથી ઊંઘવામાં મદદ કરી શકે છે. આ રીતમાં 4 સેકન્ડ માટે નાક દ્વારા શ્વાસ લેવાનો, 7 સેકન્ડ માટે શ્વાસ રોકી રાખવાનો અને 8 સેકન્ડ માટે મોં દ્વારા શ્વાસ બહાર કાઢવાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્ટેપ 1 - આરામદાયક સ્થિતિમાં બેસો અથવા સૂઓ.
સ્ટેપ 2- તમારી જીભની ટોચ તમારા ઉપરના આગળના દાંતની પાછળ રાખો.
ADVERTISEMENT
સ્ટેપ 3- ચાર ગણવા સુધી તમારા નાક દ્વારા શાંતિથી શ્વાસ લો.
સ્ટેપ 4- સાત ગણવા સુધી તમારો શ્વાસ રોકી રાખો.
ADVERTISEMENT
સ્ટેપ 5 - આઠ ગણવા સુધી તમારા મોં દ્વારા શ્વાસ બહાર કાઢો.
સ્ટેપ 6- આ ક્રિયા ઓછામાં ઓછા ચાર વખત કરો.
ADVERTISEMENT
આ શ્વાસ લેવાની તકનીક નર્વસ સિસ્ટમને શાંત કરવામાં અને ચિંતાની લાગણીઓ ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે ઘણીવાર લોકોની ઊંઘ ઊડી જતી હોય છે. આ ટેકનિક અપનાવવાથી તમને આરામ મળે છે અને ઝડપથી ઊંઘ આવે છે. આ સિવાય તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.