બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / have dinner early for these 5 health benefits
ભારતમાં આયુર્વેદ સૌથી જુનુ છે. તેમાં સૌથી પહેલા એ સલાહ આપવામાં આવે છે કે તમારે ભોજન સમય પર ખાવાનું છે અને સમય પુરો થયા બાદ અથવા તો તેના પહેલા કંઈ નથી ખાવાનું. તમારા દાદા-દાદીની પણ આજ પ્રકારે રૂટિન ફોલો કરતા હશે. ભારતમાં સમય પર ભોજન કરવાને પહેલાથી જ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આજના સમયમાં કદાચ આપણે તે મહત્વને ભૂલતા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT

આ છે જલ્દી ડિનર કરવાના 5 ફાયદા
સારૂ પાચન
રાતનું ભોજન જલ્દી ખાવાથી તમારા શરીરને સુતા પહેલા ભોજનને પચાવવા માટે વધારે સમય મળે છે. જેનાથી પાચનને મદદ મળે છે અને અપચો કે એસિડ રિફ્લેક્સ જેવી સમસ્યા નથી થતી.
ADVERTISEMENT
ઊંઘ સારી આવે છે
સુતી વખતે કમસે કમ અમુક કલાક પહેલા ડિનર કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધાર થઈ શકે છે. મોડી રાત્રે ભોજન કરવાથી ઊંઘમાં ખલેલ પડે છે અને મુશ્કેલી પડે છે અને આ શરીરના પ્રાકૃતિક ઊંઘથી જાગવાના ચક્રમાં મુશ્કેલી ઉભી કરે છે.

ADVERTISEMENT
કંટ્રોલમાં રહે છે વજન
જો તમે પોતાના વજનને ઓછુ કરવા માંગો છો કે પોતાના વજનને યથાવત રાખવા માંગો છો તો તમને રાત્રે ભોજન જલ્દી કરી લેવું જોઈએ. તેનાથી વજન મેઈન્ટેઈન રાખવામાં મદદ મળી શકે છે. રાત્રે મોડુ ખાવાથી કેલેરીનું પ્રમાણ વધી શકે છે. કારણ કે શરીરની પાસે સુતા પહેલા ઉર્જાને બર્ન કરવા માટે પર્યાપ્ત સમય નથી હોતો.
ઉર્જા બની રહે છે
રાત્રે ભોજન જલ્દી કરવાથી શરીરમાં ભારે કે સુસ્તી નથી લાગતી. તેનાથી ઉર્જાના સ્તરને પણ વધારી શકાય છે અને સાંજના સમયે તમારી પ્રોડક્ટીવીટીમાં પણ સુધાર જોવા મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ગરમીની સિઝનમાં આવી રીતે કાચી કેરી ખાશો તો કોલેસ્ટ્રોલમાં થશે ઘટાડો
બ્લડ શુગર બેલેન્સ
સાંજના સમયે જલ્દી ખાવાથી બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. આ બ્લડ શુગરને ખૂબ ઝડપથી વધારે છે અને નિચે જવાથી રોકવામાં મદદ કરે છે. જે મૂડમાં ફેરફાર કરે છે. ક્રેવિંગ અને ઉર્જામાં ઉતાર-ચડાવનું કારણ પણ બની શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.