બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / gujarati ranu mandal chandra parmar gone viral in social media

જુનાગઢ / રાનુ મંડલ જેવી ગુજરાતી ભિક્ષુક  મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ, મચાવી ધૂમ

Published By: Gayatri

Last Updated: 02:49 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની રાનુ મંડલનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ગુજરાતી કોકિલ કંઠીનો અવાજ એટલો તો કર્ણપ્રિય છે કે તમે એકવાર સાંભળોને તમારા હ્રદયમાં સોંસરવો ઉતરી જાય

  • ગુજરાતના દિવાળીબેન ભીલ- ચંદ્રાબેન પરમાર
  • લોકગીત- ભજનો સરસ ગાય છે
  • બે પોલીસ જવાનના વીડિયોથી થયા વાઈરલ

એક સામાન્ય માણસ પર પણ કુદરત મહેરબાન હોય છે અને કલાકારીને માંજી શકાય બાકી કલા તો જન્મજાત જ હોય તે આવા અનેરા કિસ્સાઓ જોઈને ફળીભૂત લાગે છે. 

 

કોણ છે ગુજરાતની રાનુ મંડલ
ચંદ્રાબેન પરમાર નામની વાદી જ્ઞાતીની એક મહિલાને ભગવાને સૂરીલું ગળુ આપ્યુ છે તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેના ભજનનો સ્વર એટલો તો સુરીલો છે કે લોકો ઘડી બે ઘડી તેને સાંભળવા ઉભા રહી જાય છે. 

ચંદ્રાબેને રહે છે ઝૂપડામાં 
જૂનાગઢના માણાવદર તાલુકાના કતકપરા ગામના ચંદ્રાબેન ગાતા ગાતા ભાવનગર સુધી પહોંચ્યા હતા. કોકિલ કંઠી ચંદ્રા બેને જરપાંજર ઝુપડામાં રહે છે પણ તે ભુલી બિસરી યાદે જેવા લોકગીત અને ભજનોને ગાઈને ભલભલાને ગુજરાતી સંગીતના રંગમાં રંગી નાંખે છે. 

કેવી રીતે કોકિલા આવી સામે?
ભાવનગર દિનેશભાઇ બોરીચા નામના પોલીસ જવાને ચંદ્રાનો અવાજ સાંભળ્યો અને તેનો વીડિયો બનાવ્યો હતો. અને બસ પછી શું ચંદ્રાના અવાજનો જાદૂ એવો તો ચાલ્યો કે જોત જોતામાં આ વીડિયો વાઈરલ થઈ ગયો. દિનેશભાઈનું કહેવું છે મને મારા મિત્ર શિવરાજસિંહ ઝાલાએ જાણ કરી હતી અને અમે તેમને લોકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધ થયા હતા. 

ચંદ્રાબેન પહોંચ્યા લોક સ્ટુડિયો
આ અંગે લોક સ્ટુડીઓ બોલાવીને ચંદ્રાબેનના સંગીતને સન્માન આપવામાં આવ્યું. તેમના સોરઠી અવાજને વધુ માંજવા માટે લોકસંગીત ગાયકીની ટ્રેનીંગ આપવા પણ કેટલાક લોકો કટીબધ્ધ થયા હતા. હાલ ચંદ્રા પરમાર ઘેરઘેર જાણીતા થઈ ગયા છે. 

દિવાળીબેન ભીલ સાથે સરખામણી
લોકો તેમની લોકસંગીત ગાવાની શૈલી અને અવાજને ગુજરાતના નાક દિવાળીબેન ભીલ સાથે સરખાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ranu mandal ગુજરાત ચંદ્રા પરમાર જૂનાગઢ ભાવનગર વાઈરલ વીડિયો સંગીત junagadh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ