ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / Gujarat wrestler Ravi Prajapati joined Aam Aadmi Party

ELECTION-2022 / ગુજરાતનાં 'ખલી'એ પકડ્યું ઝાડુ! ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી પાર્ટીમાં કર્યું સ્વાગત

Published By: Khyati

Last Updated: 01:16 PM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાતના ધ ખલી,, રવિ પ્રજાપતિ પરિવાર સાથે જોડાયા AAPમાં

ADVERTISEMENT

  • કુસ્તીબાજ રવિ પ્રજાપતિ જોડાયા AAPમાં
  • પરિવાર સાથે જોડાયા AAPમાં
  • ગુજરાતના ખલી તરીકેની ધરાવે છે ઓળખ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાનો દોર શરૂ થયો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. જેને લઇને ત્રણેય પાર્ટીઓએ મતદારોનો વિશ્વાસ જીતવા કવાયત હાથ ધરી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રભૂત્વ જમાવવા માટે કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. આપ પણ નેતાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં વધુ એક  ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ જોડાયા હોવાનું સામે આવ્યું છે. 

કુસ્તીબાજ રવિ પ્રજાપતિ પરિવાર સાથે AAPમાં જોડાયા

જી, હા , ગુજરાતના ખલી તરીકે ઓળખાતા રવિ પ્રજાપતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમદાવાદમાં નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ રવિ પ્રજાપતિને આપમાં આવકાર્યા છે. રવિ પ્રજાપતિ પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. 

કોણ છે રવિ પ્રજાપતિ ?

  • ધોરણ 10 સુધીના અભ્યાસ બાદ રવિ રેસલિંગ અપનાવ્યું
  • તેઓને ગુજરાતના ખલી તરીકે ઓળખવામાં આવે છે 
  • ભારતના જાણીતા કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનો માનિતો શિષ્ય છે
  • ગ્રેટ ખલીની એકેડમીમાં તેમની અંગત દેખરેખ હેઠળ રોજ 16 કલાકની પ્રેક્ટિસ કરી તૈયાર થયા છે
  • રવિ પ્રજાપતિ ઈન્ટરનેશનલ મેચમાં અમેરિકન રેસલર ક્રિસ માસ્ટરને હરાવી ચૂક્યા છે

દહેગામમાં 200 કાર્યકરો આપમાં જોડાયા 

દેહેગામ શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. નિલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે પાર્ટીમાં કાર્યકરોને જોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઝાક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સચિવ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દહેગામમાં ઝાડુ ફરી વળે અને દહેગામમાંથી ભાજપ અને કોંગ્રેસની ગંદકી સાફ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આપની જીત થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

આમ આદમી પાર્ટી ઇસુદાન ગઢવી કુસ્તીબાજ ગુજરાત વિધાનસભા ચૂંટણી દહેગામ રવિ પ્રજાપતિ Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ