ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ની ફાઈનલ મેચ રમવા માટે એકદમ તૈયાર છે. તમામ લોકોની નજર આજની ફાઈનલ મેચ પર છે. આજની મેચને લઈને ક્રિકેટ લવર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમ આજે ફાઇનલ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇની નજર પોતાના પાંચમા ખિતાબ પર છે, તો ગુજરાત સતત બીજી વખત ચેમ્પિયન બનાવાનો પ્રયાસ કરશે. ફાઈનલ માટે દરેકની નજર શુભમન ગિલ પર છે, જેઓ આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ સદી ફટકારી ચૂક્યા છે અને આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે
ADVERTISEMENT
શુભમન ગીલે IPL સફર વિશે કરી વાત
ફાઈનલ મેચ પહેલા સ્ટાર સ્પોર્ટ્સે ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ તેમની IPL સફર વિશે વાત કરી છે. આ દરમિયાન તેમણે એક વાત એ પણ સ્પષ્ટ કહી કે તેઓ અને તેમની ટીમ જે હોય તે મોં પર જ બોલી દે છે.
3 મહિના સુધી મેદાનથી દૂર હતા ગિલ
IPL સફર વિશે વાત કરતા શુભમન ગિલે કહ્યું કે, ગયા વર્ષે ગુજરાત તરફથી IPL જીતવી તેમના માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે તેઓ લગભગ 3 મહિના સુધી ક્રિકેટથી દૂર હતા, ઈજાના કારણે ત્રણ મહિના સુધી કોઈ ક્રિકેટ મેચ રમી ન હતી. જે બાદ તેઓએ વાપસી કરી અને ગુજરાત ટાઈટન્સ વતી રમ્યા અને ચેમ્પિયન બન્યા. તેઓ ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા. તેમના માટે 2-3 મહિના ખૂબ મુશ્કેલીભર્યા હતા.
ADVERTISEMENT
The @gujarat_titans MVP @ShubmanGill takes us on his IPL journey!
— Star Sports (@StarSportsIndia) May 28, 2023
Watch him talk about @hardikpandya7, #AshishNehra, the team culture & more! 🤩
Tune-in to #CSKvGT 🏆 at #IPLonStar | 4.5 hrs to go!
Today | 5:30 PM onwards | Star Sports Network#BetterTogether pic.twitter.com/fozNN4hKwR
ADVERTISEMENT
મોં પર જ બોલીએ છીએઃ શુભમન ગિલ
શુભમન ગિલે ગુજરાત ટાઇટન્સની ખાસિયત વિશે વાત કરી. તેમણે લીડર તરીકે કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરાના ખૂબ જ વખાણ કર્યા. તેમણે કહ્યું કે અમે ટીમમાં કોઈ વસ્તુને લઈને ખૂબ જ ટ્રન્સપરેન્સી રાખીએ છીએ. જો કંઈ છે, તો અમે સીધું મોં પર જ બોલી દઈએ છીએ.
'ટીમને રિઝલ્ટથી કોઈ ફરક નથી પડતો'
શુભમન ગિલે કહ્યું કે, આ ટીમ ઘણી સ્પેશિયલ છે. ટીમને રિઝલ્ટથી કોઈ ફરક નથી પડતો. અમારો પ્રયાસ રહે છે કે જે વસ્તુ અમારા હાથમાં છે, તેને સારી રીતે કરીએ. વિસ્ફોટક બેટ્સમેને કહ્યું કે, ટીમનો જે માહોલ છે, તેમણે ક્યારેય આવો માહોલ નથી જોયો. ગિલે આ સિઝનમાં 16 મેચમાં 3 સદી સહિત 851 રન બનાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ