ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતની કુખ્યાત કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, પોલીસ લઈને પહોંચશે જુનાગઢ, 3 ગુના નોંધાયેલા છે

ગુજરાત / સુરતની કુખ્યાત કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, પોલીસ લઈને પહોંચશે જુનાગઢ, 3 ગુના નોંધાયેલા છે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:46 PM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kirti Patel Arrest: જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદમાં ફસાયેલી કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ADVERTISEMENT

Kirti Patel Arrest: જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદમાં ફસાયેલી કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. પોલીસ કિર્તી પટેલને લઇ ગુજરાત આવવા રવાના થઈ છે. જૂનાગઢમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં આવી છે. આ વખતે મામલો જૂનાગઢ સાથે જોડાયેલો છે. કીર્તિ પટેલના ત્રાસથી યુ-ટ્યૂબરે ફિનાઈલ ગટગટાવ્યું છે. કીર્તિ પટેલ અને તેના સાગરિતોની વધતી દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા તેને ધમકીઓ આપવામાં આવી હતી. એટલુ જ નહી તેની પાસેથી રૂપિયા 20 લાખની ખંડણીની માંગણી થઇ હતી. જેને લઇને કંટાળેલા આ યુવકે ફિનાઇલ પી લઇને આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો છે. નોધનીય છે કે જૂનાગઢમાં કિર્તી પટેલ સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

kirti-patel1

જૂનાગઢના મહા શિવરાત્રી મેળામાં આ વખતે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અને હંમેશા કોઇને કોઇ બાબતે વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે આ વખતે કિર્તી પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદે તૂત પકડ્યુ છે. આ સમયનો વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં હનીટ્રેપમાં LCBની ટીમે 4 આરોપીને પકડ્યા, શહેરમાં બોલાવીને કર્યું હનીટ્રેપ, 1 કરોડ માગ્યા

અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેથી કીર્તિ અને તેના સાગરીતોએ અબજલને ધમકીઓ આપવાનું શરૂ કર્યુ. કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માગી તેમજ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. આખરે થાકી ગયેલા અબજલ સીડાએ ઘરે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને લઇ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે જૂનાગઢ પોલીસમાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોધાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Kirti Patel Kirti Patel Arrest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ