ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં હનીટ્રેપમાં LCBની ટીમે 4 આરોપીને પકડ્યા, શહેરમાં બોલાવીને કર્યું હનીટ્રેપ, 1 કરોડ માગ્યા

કાર્યવાહી / સુરેન્દ્રનગરમાં હનીટ્રેપમાં LCBની ટીમે 4 આરોપીને પકડ્યા, શહેરમાં બોલાવીને કર્યું હનીટ્રેપ, 1 કરોડ માગ્યા

Published By: Priyankka Triveddi

Last Updated: 11:17 AM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar News: સુરેન્દ્રનગરમાં હની ટ્રેપના નામે અપહરણ અને ખંડણીનો ચોંકાવનારો કેસ સામેઆવ્યો છે. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Surendranagar Honey Trap Case: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર હની ટ્રેપના નામે અપહરણ અને ખંડણીનો ગંભીર ગુનો સામે આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ સાણંદના જમીન લે-વેચાણના ધંધા સાથે સંકળાયેલા એક વેપારીને પૂર્વયોજિત ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હતો. આરોપી મહિલાએ વોટ્સએપ કોલ દ્વારા વેપારી સાથે ઓળખાણ વધારી, મીઠી વાતો કરીને વિશ્વાસ જીત્યો અને પછી તેને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. વેપારી ત્યાં પહોંચતા જ પહેલેથી ગોઠવાયેલ જાળમાં ફસાઈ ગયો હતો.

surendranagar-case

અશ્લીલ વીડિયો બનાવીને આપી ધમકી, બે કરોડની માંગ

આરોપીઓએ વેપારીને એક મકાનમાં લઈ જઈ તેનો અશ્લીલ વિડિયો બનાવ્યો હતો. ત્યારબાદ અચાનક અન્ય શખ્સો અંદર ઘૂસી આવ્યા અને રિવોલ્વર બતાવી તેને ધમકાવ્યો હતો. વેપારીનું અપહરણ કરી પાટડી તરફ રણ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી બે કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જીવના ભય વચ્ચે વેપારીએ પરિવારજનો સાથે સંપર્ક કર્યો અને એક કરોડ રૂપિયા એકઠા કરીને આરોપીઓને આપ્યા બાદ તેનો છૂટકારો થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમીન સોદાના કારણે વેપારી પાસે નાણાં હોવાની જાણકારીના આધારે આ સમગ્ર કાવતરું રચાયું હતું.

surendranagar

પોલીસની તાત્કાલિક કાર્યવાહી, 72 લાખ રોકડા સહિત મુદ્દામાલ જપ્ત

ઘટના બાદ વેપારીએ હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસ અને LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ પાસેથી 72 લાખ રૂપિયા રોકડા, એક રિવોલ્વર, એક જીવતું કારતુસ અને એક અલ્ટો કાર જપ્ત કરી છે. ખંડણીની રકમમાંથી ભાગ પણ પાડી દેવામાં આવ્યો હતો તેવું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના બહેરામપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા મારી હ*ત્યા, અંગત અદાવતની દિશામાં પોલીસ તપાસ

Vtv App Promotion 2

આરોપીઓ સામે કડક કાર્યવાહી, બાકી આરોપીઓની શોધખોળ

આ કેસમાં તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (અખીયાણા, તા. પાટડી), સાહીલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (માલવણ, તા. પાટડી), આશીફખાન મોહબતખાન મલેક (અખીયાણા, તા. પાટડી), અરબાઝખાન હયાતખાન મલેક (અખીયાણા, તા. પાટડી) અને અમન (ઇંગરોડી, તા. લખતર)ના નામ સામે આવ્યા છે. જેમાંથી કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અરબાઝખાન અને અમન હાલ પકડવાના બાકી છે. જિલ્લા પોલીસ દ્વારા બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા તીવ્ર ચકાસણી હાથ ધરાઈ છે. પોલીસએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હની ટ્રેપ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને કોઈ પણ સંજોગોમાં બખ્શવામાં નહીં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Surendranagar Honey Trap Case Patdi Ransom Case

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ