બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી યોજાશે મતદાન! કારણ ચોંકાવનારું

જૂનાગઢ / વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી યોજાશે મતદાન! કારણ ચોંકાવનારું

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:27 PM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના વિસાવદર વિધાનસભાના માલીડા ગામના બુથ નંબર 86, વાઘણીયા ગામના બુથ નંબર 111માં ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે બે ગામોમાં ફરીથી મતદાન થશે. માલીડા ગામના બુથ નંબર 86, વાઘણીયા ગામના બુથ નંબર 111માં મતદાન થશે. બીજી પાર્ટીની ફરિયાદને ધ્યાને લઈને ચૂંટણી અધિકારીએ નિર્ણય લીધો છે.

આ બે ગામોમાં ફરીથી મતદાન થશે

વિધાનસભા પેટાચૂંટણી, 2025 માટે તા19 જૂન 2025ને ગુરૂવારના રોજ યોજાયેલ મતદાન પૈકી બે મતદાન મથકનું મતદાન ભારતના ચૂંટણી પંચે સને 1951નાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-58(2) અન્વયે રદ કરી છે.

  • 1 માલીડા
  • 2 નવા વાઘણિયા

આ મથક ખાતે હવે તા.21.06.2025ને શનિવારના રોજ સવારે 07.00 થી સાંજે 06.00 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે. જે અંગે સંબંધકર્તા રાજકીય પક્ષો અને સંબંધિત મતદાર વિભાગના ઉમેદવારોને તેમજ મતદાન મથકના મતદારોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

વિસાવદર બેઠક માટે 55 ટકા જેટલું મતદાન નોંધાયું

કડી બેઠક માટે 64 ટકા મતદાન થયું છે જ્યારે વિસાવદર બેઠક માટે 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે આગામી 23 જૂનના મતગતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ જાહેર થશે.

app promo3

આ પણ વાંચો: અમિત ખૂંટ આત્મહત્યા કેસ: સગીરાએ જયરાજસિંહ સહિત 28 લોકો સામે નોંધાવી ફરિયાદ

વિસાવદરમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી

વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 1884 કર્મચારીઓ મતદાન પ્રક્રિયા માટે તૈનાથ કરવામાં આવ્યા હતા, સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી, શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Visavadar by-Election Visavadar Assembly Visavadar Assembly Seat

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ