બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અમિત ખૂંટ આત્મહત્યા કેસ: સગીરાએ જયરાજસિંહ સહિત 28 લોકો સામે નોંધાવી ફરિયાદ
Last Updated: 05:28 PM, 20 June 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સગીરાએ ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ ગોંડલ કોર્ટમાં 28 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જેમાં DCP ઝોન 2 જગદીશ બાંગરવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથો સાથ કોર્ટ સમક્ષ સમગ્ર કેસ SMCને સોંપવા માંગ કરાઈ છે.
ADVERTISEMENT
પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરાયા
ADVERTISEMENT
કોર્ટે આ મામલે પોલીસને 1 જુલાઈ સુધીમાં CCTV રજૂ કરવા નિર્દેશ આપ્યા છે તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરાયા છે. જબરદસ્તી વિરૂદ્ધનું નિવેદન આપવા માટે દબાણના કર્યાનો ઉલ્લેખ કરાયો છે. અમિત ખૂંટના આપઘાત પછી ફરિયાદમાં સગીરાનો ઉલ્લેખ હતો અને સગીરાને ખોટી રીતે ફસાવી હોવાના પણ આક્ષેપ કર્યા છે
આ પણ વાંચો: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આવતીકાલે આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી
ADVERTISEMENT

અમિત ખૂંટ કેસનો શું છે ઘટનાક્રમ
ADVERTISEMENT
સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો મે મહિનાની શરુઆતમાં અમિત ખૂંટનો આપઘાત કેસ નોધાયો હતો. અમિત ખૂંટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયાના બીજા જ દિવસે અમિત ખૂંટે આપઘાત કર્યો હતો. જે કેસમાં 4 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી. 5 લોકોમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું પણ નામ હતું. આ 5 લોકોમાં આજે નિવેદન આપનાર સગીરાનું પણ નામ હતું. ત્યારે સગીરાએ નિવેદન આપતા કેસમાં મોટો વણાંક આવ્યો અને હવે સગીરાએ DCP ઝોન 2 જગદીશ બાંગરવા સહિતના લોકો સામે ફરિયાદ નોઁધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.