બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આવતીકાલે આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી
4 ફોટો ગેલેરી
Last Updated: 04:53 PM, 20 June 2025
1/4
મન મુકી તું વરસજે. તારા મંડાણથી જ આ હરિયાળી છે. તારા મંડાણથી જ આ દુનિયા છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.. સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર વરસી છે.. દક્ષિણમાં પણ શરૂઆત ધમાકેદાર થઈ અને નદી-નાળા સાથે પ્રકૃતિ ખીલી ઊઠી. ત્યાં થોડી મુશ્કેલી પણ ઉભી થઈ હતી. પરંતુ તે મુશ્કેલીઓ વચ્ચે પણ મેઘાના મંડાણથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર આગામી સાત દિવસની આગાહી કરી છે.
2/4
3/4
4/4
હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અત્રે જણાવીએ કે, ભારે વરસાદના પગલે ઔરંગા નદી પણ ગાંડીતૂર બની છે. નદી હાલ ભયજનક સપાટી પર પહોંચી. ઔરંગામાં 4.49 મીટર સુધી પાણીનું લેવલ પહોંચે એટલે તમામ કોઝવે બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભારે પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતી. સાથે જ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ