ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષણ વિભાગનો નિર્ણય, વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટમાં સુધારણા માટે ખાસ કેમ્પ યોજાશે
Last Updated: 08:03 AM, 25 April 2026
ADVERTISEMENT
Gujarat Education Board: ગાંધીનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને પરિપત્ર મોકલીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના નામ, અટક અને જન્મતારીખમાં જરૂરી સુધારા કરવા માટે ખાસ પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓના દસ્તાવેજોમાં નાનાં-મોટાં ભૂલ હોય છે અને જેના કારણે ભવિષ્યમાં અન્ય કોલેજમાં પ્રવેશ કે નોકરી અથવા અન્ય સરકારી કામોમાં એ પછી ડોક્યુમેન્ટમાં મુશ્કેલી ઊભી થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેથી વિદ્યાર્થીઓને સમયસર અને સરળતાથી સુધારાની તક મળી શકે.
ADVERTISEMENT
આ બહાર પડેલા પરિપત્ર મુજબ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ કેમ્પ યોજવાની સૂચના આપવામાં આવી છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ પોતાના નામ, અટક અથવા જન્મતારીખમાં રહેલી ભૂલો સુધારવા માટે અરજી કરી શકશે. ખાસ વાત એ છે કે આ સુધારા પરિણામ જાહેર થાય તે પહેલાં કરવાની તક આપવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓના અંતિમ પરિણામમાં યોગ્ય વિગતો દાખલ થઈ શકે. આ કેમ્પ શાળામાં જ યોજાશે જેથી વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે અને પ્રક્રિયા સરળ બને. શાળા સંચાલકોને પણ આ કામગીરી યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT

વિદ્યાર્થીઓએ સુધારા માટે જરૂરી દસ્તાવેજો સાથે શાળામાં અરજી કરવાની રહેશે. જેમ કે જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. શાળા દ્વારા આ અરજીઓની વિગતવાર ચકાસણી કરવામાં આવશે અને તમામ માહિતી સાચી હોવાનું ખાતરી કર્યા પછી જ અરજી સ્વીકારવામાં આવશે. શિક્ષણ વિભાગે આ પ્રક્રિયા પારદર્શક અને સચોટ રહે તે માટે ખાસ સૂચનાઓ આપી છે. આ પહેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કારણ કે તેઓ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની તકલીફ વિના પોતાની શૈક્ષણિક યાત્રા આગળ વધારી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT