ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના કડોદમાંથી ડોક્ટરનો મૃતદેહ મળ્યો, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
Last Updated: 10:28 PM, 24 April 2026
ADVERTISEMENT
સુરત જિલ્લાના બરડોલી તાલુકાના કડોદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઉમેશ ચૌધરી નામના ડોક્ટરનો મૃતદેહ તેમની જ કારમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં અને દાઝેલી હાલતમાં મળ્યો હતો, જેના કારણે ઘટનાએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ADVERTISEMENT

મૃતક ડૉ. ઉમેશ ચૌધરી બરડોલી નજીકના કડોદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ માંડવી તાલુકાના બડતલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે આશ્ચર્ય અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ADVERTISEMENT
પ્રાથમિક અનુમાન મુજબ ભારે ગરમીને કારણે કારની અંદર તાપમાન વધી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતદેહ દાઝેલી હાલતમાં મળતા ઘટના પાછળના સાચા કારણો અંગે સસ્પેન્સ યથાવત છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો હુમલો, “સરકારમાં બેઠેલા લોકોએ અન્યાય કર્યો”
ADVERTISEMENT
પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે, જેથી મૃત્યુ પાછળનું સાચું કારણ બહાર આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT