ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો હુમલો, “સરકારમાં બેઠેલા લોકોએ અન્યાય કર્યો”
Last Updated: 09:49 PM, 24 April 2026
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર દ્વારા આપેલા નિવેદનોએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. વાવ-થરાદ વિસ્તારમાં યોજાયેલા જનસભામાં તેમણે દિયોદર તાલુકાના લોકોને થયેલા અન્યાય અંગે સરકાર પર તીખી ટીકા કરી હતી.
ADVERTISEMENT

ગેનીબેને પોતાના સંબોધનમાં કહ્યું કે વાવ-થરાદ જિલ્લાની રચના કરતી વખતે દિયોદર વિસ્તારને યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી. ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ઓગડને અલગ જિલ્લો બનાવવો જોઈએ હતો, પરંતુ સરકારમાં બેઠેલા લોકોએ દિયોદરવાસીઓ સાથે સ્પષ્ટ અન્યાય કર્યો છે. એમ તેમણે જણાવ્યું.
ADVERTISEMENT
સ્થાનિક લોકોમાં અસંતોષ
ADVERTISEMENT
તેમણે વધુમાં ઉમેર્યું કે ઓગડ જિલ્લો ન બનવાને કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ છે અને હવે આ અન્યાયનો લોકશાહી રીતે જવાબ આપવાનો સમય આવી ગયો છે.આ વખતે 26 એપ્રિલે મતદાન વખતે પંજાને મત આપીને આ અન્યાયનો બદલો લેજો. એમ કહીને તેમણે મતદારોને આહ્વાન કર્યું.
આ પણ વાંચોઃ ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો, FSL રિપોર્ટ છતાં રહસ્ય અકબંધ
ADVERTISEMENT
રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ
ગેનીબેનના આ નિવેદનથી વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. વિરોધ પક્ષે તેમના નિવેદનને જનભાવનાઓ સાથે જોડાયેલું ગણાવ્યું છે, જ્યારે સત્તાધારી પક્ષે આ આરોપોને નકાર્યા છે. આવનારી ચૂંટણીમાં આ મુદ્દો કેટલો અસરકારક સાબિત થશે તે જોવાનું રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT