ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો, FSL રિપોર્ટ છતાં રહસ્ય અકબંધ
Last Updated: 07:33 PM, 24 April 2026
ADVERTISEMENT
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના શંકાસ્પદ મોતનો મામલો દિવસેને દિવસે વધુ રહસ્યમય બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી, પરંતુ હજુ સુધી મોતનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી.
ADVERTISEMENT

FSLનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ પણ સ્પષ્ટતા થઈ શકી નથી
ADVERTISEMENT
પ્રાથમિક તપાસ દરમિયાન એવું કહેવાયું હતું કે બાળકીઓએ ઢોસાનું ખીરુ ખાધા બાદ તેમની તબિયત બગડી હતી. જેને લઈને ખોરાકમાં ઝેર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)નો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ પણ સ્પષ્ટતા થઈ શકી નથી.

ADVERTISEMENT
પીએમ કરનાર ડોક્ટરોનો અભિપ્રાય બાકી
હાલમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોસ્ટમોર્ટમ કરનાર પેનલ ડોક્ટરોનો અંતિમ અભિપ્રાય હજુ બાકી છે. આ અભિપ્રાય પરથી જ મોતનું વાસ્તવિક કારણ સામે આવવાની શક્યતા છે. ત્યાં સુધી આ કેસમાં અનેક સવાલો અનઉત્તરિત જ રહેશે.
ADVERTISEMENT
પરિવારજનો અને સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ
પોલીસ પણ હજુ સુધી કોઈ નિશ્ચિત તારણ પર પહોંચી શકી નથી. તપાસના વિવિધ એંગલ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ ચોક્કસ દિશામાં પ્રગતિ દેખાતી નથી. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છે અને તેઓ વહેલી તકે સત્ય બહાર આવે તેવી માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, હવે ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે
આ સમગ્ર ઘટના માત્ર એક કુટુંબ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની છે. હવે બધાની નજર પેનલ ડોક્ટરોના અંતિમ અભિપ્રાય પર ટકેલી છે. જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT