ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, હવે ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે
Last Updated: 05:35 PM, 24 April 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારનો ગજવો હવે શાંત થઈ ગયો છે. અમદાવાદ માં ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થતાં રાજકીય પાર્ટીઓના ઉમેદવારો હવે કોઈપણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકશે નહીં.
ADVERTISEMENT
ચૂંટણી આયોગના નિયમો મુજબ, પ્રચાર સમયમર્યાદા પૂરી થયા બાદ તમામ ઉમેદવારોને શાંતિ જાળવવાની ફરજ રહેશે. આ દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ સભા, રેલી કે જાહેર પ્રચાર કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ શહેરમાં લગાવવામાં આવેલા રાજકીય પાર્ટીઓના બેનરો અને પોસ્ટરો ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા તમામ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવશે જેથી ચૂંટણી આચારસંહિતા જળવાઈ રહે.
આવતી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ તેમજ નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર
ચૂંટણી પ્રચાર સમાપ્ત થતાં હવે તમામની નજર મતદાનના દિવસે અને ત્યારબાદ આવનારા પરિણામો પર કેન્દ્રિત થઈ ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT