ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર

નિર્ણય / રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર

Published By: Vishal Khamar

Last Updated: 05:15 PM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદાન એજન્ટ અને ગણતરી એજન્ટ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે મતદાન એજન્ટને લગતી અગાઉની જોગવાઈ રદ્દ કરી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જોગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.

અગાઉના નિયમમાં ચૂંટણી પંચે કર્યો ફેરફાર

અગાઉ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. આ નિયમનો હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનો હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જોગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેના કારણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે.

રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ

આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો માને છે કે આ પગલું ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે, જ્યારે અન્ય લોકોનો દાવો છે કે દરેક નાગરિકને સમાન તક આપવી જોઈએ, ભલે તેમનો ભૂતકાળ જેવો હોય.

અગાઉની જોગવાઈ રદ કરીને નવું ફરમાન જાહેર કર્યું

રાજ્ય ચૂંટણીપંચે અગાઉની જોગવાઈ રદ્દ કરીને નવું ફરમાન જાહેર કર્યું છે. હવે ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો પણ ચૂંટણી એજન્ટ બની શકશે. હાલમાં, આ નિર્ણયને લઈને રાજકીય પક્ષો પોતાની-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવો પકડી શકે છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કોંગ્રેસે ચૂંટણી આયોગને કહ્યું ભાજપનું એજન્ટ

એજન્ટ અંગે ચૂંટણી પંચે કરેલા સુધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. મતદાન મથકમાં એજન્ટ તરીકે ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો પણ બેસી શકશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ચૂંટણી આયોગના આ નિયમનો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આયોગને ભાજપનું એજન્ટ કહ્યું છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભાજપે અનેક કાવતરા ઘડ્યા છે. ભાજપે પહેલા પોલીસ, એલસીબી, એસઓજીને કામે લગાડ્યું હતું. અમારી વારંવાર રજૂઆત છતાં ચૂંટણીપંચે કોઈ પગલા લીધા ન હતા. નિયમોમાં ફેરફારને કારણે ડર અને ભય વગર મતદાન નહી થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat State Election Commission Gujarat Local Government Elections

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ