ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GST વિભાગની મોટી કાર્યવાહી, 4 કરદાતાઓની તપાસમાં ઝડપાઈ કરોડોની કરચોરી
Last Updated: 10:58 PM, 20 June 2025
ADVERTISEMENT
રાજ્યમાં GST વિભાગે ફરી એકવાર કાર્યવાહી કરી છે. સ્ટેટ GST સરકારી સેવાના કરદાતાઓ સામે તપાસ કરી છે. જેમાં 4 કરદાતાઓની તપાસમાં વેરા, વ્યાજ, દંડરૂપે 45 કરોડની કરચોરી સામે આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની મનરેગા સહિતની યોજનાઓ પર સેવા પૂરી પાડતા હતા
ADVERTISEMENT

રાજ્યમાં GST વિભાગની મોટી કાર્યવાહી
ADVERTISEMENT
સૂત્ર પાપ્ત વિગતો મુજબ દાહોદ મનરેગા કૌભાંડના આરોપીને ત્યાં પણ GSTની તપાસ હાથ ધરાઈ છે. મનરેગા કૌભાંડમાં આરોપીઓએ મટિરિયલ સપ્લાય કર્યું હતું. જો કે, આ મામલે 45 કરોડોની કર ચોરી ઝડપાઈ છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: અમિત ખૂંટ આત્મહત્યા કેસ: સગીરાએ જયરાજસિંહ સહિત 28 લોકો સામે નોંધાવી ફરિયાદ
અગાઉ રેડીમેડ ગારમેન્ટના ડીલરો ને ત્યાં દરોડા પાડ્યા હતા
ADVERTISEMENT
થોડા દિવસ અગાઉ રાજ્યમાં સ્ટેટ GST વિભાગ રેડીમેડ ગારમેન્ટના ડીલરો ને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડામાં કુલ 1.48 કરોડની કરચોરી મળી આવી છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં 15 એકમો પર દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન રોકડ વ્યવહાર અને બિનહિસાબી વેચાણ મળ્યું હતું. GSTની રેડમાં બિનહિસાબી સ્ટોક પણ મળી આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.