બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે નોંધાયા આટલા નવા કેસ
Last Updated: 09:14 PM, 20 June 2025
રાજ્યમાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. શહેરમાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. જેમાં 6 મહિલા અને 2 પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જામનગર શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 42 પહોંચી છે.
ADVERTISEMENT

જામનગરમાં એક્ટિવ કેસની સંખ્યા 42 પર પહોંચી
ADVERTISEMENT
જામનગરમાં કોરોનાના નવા 8 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. જો કે, કોરોના પોઝિટિવ દર્દીઓને હોમઓઈસોલેટ કરાયા છે. અત્યારસુધી 149માંથી 106 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સુરત એરપોર્ટ આસપાસની બિલ્ડિંગો તોડી પડાશે? લિસ્ટ તૈયાર
આ લક્ષણો જણાય તો રિપોર્ટ કરાવો
ADVERTISEMENT
હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો. ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિય૨નું પાલન ક૨વું. કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ ક૨વો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.