બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સુરત એરપોર્ટ આસપાસની બિલ્ડિંગો તોડી પડાશે? લિસ્ટ તૈયાર
Last Updated: 07:41 PM, 20 June 2025
સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ ગુજરાત સરકારને તેમજ સ્થાનિક તંત્રને સત્તાવાર રીતે પત્ર લખ્યો છે. જેમાં સુરત એરપોર્ટની આસપાસ બની ગયેલી અને વિમાનો માટે નડતર રૂપ તેમજ જોખમી બની ગયેલી ગગનચૂંબી એવી 43 બિલ્ડિંગોની યાદી સુપરત કરી છે. પત્રમાં જણાવાયુ છે કે, સુરત એરપોર્ટ વિસ્તારમાં વધુ ઉંચાઇ મેળવવા બિલ્ડર, આર્કિટેક અને અધિકારીઓ દ્વારા રચવામાં આવેલું ષડ્યંત્ર આજે 70 લાખની વસ્તી ધરાવતા સુરત શહેર માટે ખતરા સમાન સાબીત થયું છે. ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ જાહેર મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરતી 25થી વધુ PIL દાખલ કરાઈ છે.
ADVERTISEMENT

વિમાનની લેન્ડીંગ પ્રક્રિયામાં નડતર રૂપ બિલ્ડિંગો
ADVERTISEMENT
સુરત એરપોર્ટની નજીકના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવેલ ઈમારતો 2017 અને 2018માં થયેલ એરોનોટિકલ સર્વેમાં વિમાનની લેન્ડીંગ પ્રક્રિયામાં નડતર રૂપ સાબિત થયું છે. જે અંગે AAI દ્વારા વર્ષ 2017 અને 2018માં નોટીસ જારી કરીને વેસુ વિસ્તારમાં (R22) બની ગયેલ 43 જેટલા પ્રોજેક્ટને તાકીદ કરીને નડતરરૂપ ભાગ તોડી પાડવા સૂચના આપવામાં આવેલ છે. પણ આ તમામ બિલ્ડીંગો પાસે AAI દ્વારા જારી કરવામાં આવેલ NOC, સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ રજા ચિઠ્ઠી, સુરત મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવેલા મંજુર પ્લાન અને મોટા ભાગના પ્રોજેક્ટોને સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ BUC પણ ઉપલબ્ધ છે. છતાં આ નિયમ વિરુધ કામ કઈ રીતે થયું છે તે અંગે બિલ્ડર, આર્કિટેક અને અધિકારીઓની પોલ ખોલી છે.

ADVERTISEMENT
બિલ્ડર, આર્કિટેક અને અધિકારીઓની પોલ ખોલી
(1) સુરત એરપોર્ટ નજીકના વિસ્તારોમાં હાઇરાઇસ ઈમારતો બનાવનાર બિલ્ડરો આ તમામ પ્રોજેક્ટો નિર્ધારિત જગ્યા પર જ બનાવવામાં આવેલ છે, એટલે કે જે પ્રોજેક્ટ બનાવવામાં આવેલ છે તેની TP (ટાઉન પ્લાનિંગ) નંબર, SR (સર્વે) નંબર, FP (ફાઈનલ પ્લોટ) નંબર, લોકેશન પ્લાન જેવી તમામ બાબતો સાચ્ચી અને ચોક્કસ છે. એટલે જે જગ્યા પર ઈમારત બનાવવા માટે સુરત મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ રજુ કરવામાં આવેલ છે અને મંજુરી મેળવેલ છે તે જ જગ્યા પર આ તમામ ઈમારાતો બનેલ છે.
ADVERTISEMENT
(2) સુરત એરપોર્ટના 20 કિ.મી વ્યાસમાં સમાવિષ્ટ વિસ્તારમાં બાંધકામ કરતા પહેલા AAI પાસેથી બિલ્ડીંગની ઉચાઇ અંગેની NOC લેવાનું હોય છે. આ NOC માટે આશરે વર્ષ 2015 સુધી R&B (માર્ગ અને મકાન) ડીપાર્ટમેન્ટથી RL પ્રમાણ પત્ર મેળવવું જરૂરી હતું. જેમાં મુખ્ય સમુદ્ર લેવેલથી જમીન કેટલી ઉચી છે અને જમીનનું Longitude and Latitude (રેખાંશ અને અક્ષાંશ)નો પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો.
(3) બિલ્ડરો વતી કામ કરી રહેલ આર્કિટેક્ટો ઉપરોક્ત RL પ્રમાણ પત્ર મેળવવા માટે R&B (માર્ગ અને મકાન) ડીપાર્ટમેન્ટ, નાનપુરા, સુરતને અરજી કરતા અને R&B ડીપાર્ટમેન્ટના SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા આ RL પ્રમાણ પત્ર જારી કરવામાં આવતા હતા.
ADVERTISEMENT
(4) R&B ડીપાર્ટમેન્ટના SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને કાયદેસર સ્થળ તપાસ કરીને પ્રોજેક્ટ મુકવામાં આવેલ જમીનનું Longitude and Latitude (રેખાંશ અને અક્ષાંશ)ની તપાસ કરી ખાતરી કરીને પછી RL પ્રમાણ પત્ર જારી કરવાની જવાબદારી છે.
(5)R&B ડીપાર્ટમેન્ટના SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મુખ્ય સમુદ્ર લેવેલથી જમીન કેટલી ઉચી કે નીચી છે તેની પણ વિગત ચકાસીને RL પ્રમાણ પત્ર જારી કરવાનું હોય છે.
ADVERTISEMENT
(6) બિલ્ડર / આર્કિટેક્ટો દ્વારા અગાવથી નક્કી કરેલા Longitude and Latitude ( રેખાંશ અને અક્ષાંશ) અને સમુદ્ર લેવેલથી જમીન કેટલી ઉચી કે નીચી તે રીડીંગ SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને આપી દેતા હતા. જે રીડીંગ ખરેખર જે જગ્યાએ ઈમારત બનાવવાના હતા તેના થી દૂર, એરપોર્ટના રનવેથી દૂરની આપી દેવામાં આવતી હતી. અને SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર અમુક રકમ લાંચમાં સ્વીકારીને ઓફીસમાં બેઠા-બેઠા અરજી મળ્યા ના તે જ દિવસે મોટા ભાગના આ પ્રમાણ પત્ર જારી કરવામાં આવેલ છે.
(7) એટલે કે ઈમારતમાં કાયદામાં અનુવાદનીય ઉચાઇ કરતા વધુ ઉચાઇ મળે અને વધુ ફ્લેટ / ઓફીસનું નિર્માણ થાય તે હેતુ SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર પાસેથી ખોટા RL પ્રમાણ પત્ર જારી કરવવાનું કૌભાંડના ભાગ રૂપે આજ આ તમામ બિલ્ડીંગો એરપોર્ટના નડતરરૂપ સાબિત થયા છે. એરપોર્ટ નજીકના કઈ બિલ્ડીંગ કેટલા દૂરના Longitude and Latitude ( રેખાંશ અને અક્ષાંશ ) આપેલ છે તે નીચે મુજબના લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: અમિત ખૂંટ આત્મહત્યા કેસ: સગીરાએ જયરાજસિંહ સહિત 28 લોકો સામે નોંધાવી ફરિયાદ
ક્રમ નં - એપાર્ટમેન્ટનું નામ - નડતરરૂપ ઉંચાઈ - પ્રોજેક્ટની દૂરી
1 Cellestial Dreams 16.40 MT 341 metres
2 7 Heaven 14.30 MT 920 Metres
3 OM Icon 14.30 MT 252 Metres
4 The Evolution 13.30 MT 1609 Meters
5 Samarth Enclave 10.90 MT 363 Metres
6 Agam Crossroad 9.20 MT 68 Metres
7 Happy Glorious 9.00 MT 597 Metres.
8 Gokul Platinum 5.60 MT 404 Metres
9 Green Fortune 5.30 MT 528 Metres
10 Shrungar Residency 5.20 MT 35.92 Metres
11 Shyam Palace 4.80 MT 35.92 Metres
12 Sarjan Apartment 4.60 MT 233 Metres
13 Horizon Apartment 4.20 MT 381 Metres
14 Star Galaxy 3.60 MT 175 Meters
15 Empire Regency 3.50 MT 212 Metres
16 VastuGram Apartment 2.90 MT 147 Metres
17 Rasik Villa 2.40 MT 358 Metres
18 L & T Apartment 2.30 MT 688 Metres
19 The Legend 2.40 MT 530 Metres
20 Fionna Aprtment 3.00 MT 57.65 Metres
21 Happy Residency 0.30 MT 191 Metres
22 Salasar Palace 2.00 MT 35.92 Metres
23 Ratna Jyoti Apartment 4.90 MT
24 Florence 3.90 MT
25 Crystal Palace 1.80 MT
26 Hampton Park 2.80 MT
27 Happy Elanza 1.90 MT
28 Happy Excelencia 3.50 MT
29 Jash Residency 3.50 MT
30 Jolly Residency 2.70 MT
31 Nandini-II 0.30 MT
32 Shilp Residency 1.60 MT
33 Shreejin Residency 1.40 MT
34 Shrenik Residency 0.90 MT
35 Shubh Enclave 0.50 MT
36 Subh Residency 0.20 MT
37 Shukan Residency 1.60 MT
38 Shyam Luxury 0.30 MT
39 SNS Splendid 1.40 MT
40 Sunrise Apartment 3.10 MT
41 Swastik Vihar Apartment 2.50 MT
42 Ravi ratnam 3.10 MT
43 Antalia Dreams 3.00 MT

આ ઈમારતોમાં નડતરરૂપ ઉચાઇ દૂર કરવા માટે, બિલ્ડર, આર્કિટેક અને અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરણી કાર્યવહી કરવા માટેની માગણી કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.