બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: દાહોદમાં દિલધડક રેસ્ક્યૂ, ખેતરમાં ગયેલો વ્યક્તિ નદીમાં એવો ફસાયો, કે માંડ-માંડ જીવ બચ્યો
Last Updated: 12:56 PM, 21 June 2025
ગુજરાતમાં મેઘરાજા પધારી ચુક્યા છે અને બરાબરની બેટિંગ પણ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં રેસ્કૂય કરવાની પણ ફરજ પડી છે. દાહોદની પાનમ નદીના પાણી વચ્ચે ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
દાહોદમાં પાનમ નદીના પાણીમાં ફસાયો વ્યક્તિ
— Dinesh Chaudhary (@DineshNews_) June 21, 2025
નદી બાજુમાં ખેતર જોવા ગયો હતો વ્યક્તિ
અચાનક પાણી આવી જતા વ્યક્તિ ફસાયો
ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યૂ#DahodNews #DahodPanamRescue #DahodRescueUpdate #PanamRiverRescue pic.twitter.com/p7i08J1Msm
ખેતર જોવા ગયેલો વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો
ADVERTISEMENT
દાહોદમાં પાનમ નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલો વ્યક્તિ પાણીના પ્રવાહમાં અટવાઈ ગયો હતો. જે વ્યક્તિ ખેતરમાં ગયો હતો અને અચાનક પાણી આવી જતા તે નદીના પાણીમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યૂ કરીને વ્યક્તિને બચાવી લીધો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ચોમાસા 2025માં કેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
ADVERTISEMENT
બોટાદમાં 24 લોકોના જ્યારે ભાવનગરમાં 128, અમરેલીમાં 69 તેમજ ગાંધીનગરમાંથી 07 લોકોના આ ચોમાસે રેસ્ક્યૂ કરાયા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ! ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ અપાયું
81 તાલુકામાં વરસાદ નોંધાયો
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં આણંદ શહેરમાં 2.0 ઇંચ, તારાપુરમાં 2.7 ઇંચ અને બોરસદમાં 2.5 જ્યારે ભરૂચના જઘડિયામાં 2.4 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે 9 તાલુકામાં એક ઇંચથી વધુ નોંધાયો છે, તો 51 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.