ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સરધારમાં લુખ્ખાઓથી વેપારી એટલા કંટાળ્યા કે ધંધા જ બંધ કરી દીધા
Last Updated: 09:46 PM, 29 June 2025
ADVERTISEMENT
રાજકોટના ગ્રામ્ય વિસ્તાર સરધારામાં વેપારી ઉપર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈ સરધાર બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

સરધારમાં ગ્રામજનોની માગ અને કાર્યવાહી કરવા અપીલ
ADVERTISEMENT
રાજકોટ પંથકના સરધારમાં આવારા તત્વોના ત્રાસને પગલે ગામ સવયંભૂ બંધ રાખવામાં આવ્યું છે, સરધારમાં દુકાન ધરાવતા ટાયરના વેપારી ઉપર અસામાજિક તત્ત્વો હુમલો કર્યો હતો, પોલીસ ફરિયાદ છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી જેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી છે, અવારનવાર સરધારમાં માથાભારે તત્વો વેપારીઓને રંજાડતા હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનો દ્વારા લુખ્ખાઓની ધરપકડ કરી સરઘસ કાઢવાની માંગ કરાઇ હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો : મોંઘુ થાય તે પહેલા લઈ લેજો! સોનાના ભાવ 3000 રૂપિયા ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
આ વખતે પણ વેપારી ઉપર હુમલો કરી માર મારવાની ધમકી આપી
ADVERTISEMENT
વેપારી ટાયરની દુકાન ધરાવે છે અને તેઓ દુકાનમાં હતા તે વખતે સિકંદર સિંધી અને અન્ય 2 શખ્સો દુકાનમાં દોડી આવ્યા હતા અને સિંકદરે ટાયર બદલવાની વાત કરી હતી, તો વેપારીને સિંકદરે આગળના રૂપિયા પણ આપ્યા ન હતા જેને લઈ તેમણે વાત કરી હતી, ગુગલ પે દ્વારા વેપારીને રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને કંપનીનું ચોક્કસ ટાયર ન હોવાથી તે લોકો રોષે ભરાયા હતા અને ઝઘડો કરીને વેપારીને માર માર્યો હતો, તો સિકંદર સાથે રહેલો એક વ્યકિત કારમાંથી છરી લઈને આવ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આવા લુખ્ખાઓથી સરધારના લોકોને કોણ બચાવશે? અને લુખ્ખા તત્વો વેપારીઓને રંજાડતા હોવાની ફરિયાદ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ