બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મોરબીના નવા મેયરનો VIDEO વાયરલ, “ટિકિટથી મેયર પદ સુધી હેમરાજભાઈનો જ હાથ”

ગુજરાત / મોરબીના નવા મેયરનો VIDEO વાયરલ, “ટિકિટથી મેયર પદ સુધી હેમરાજભાઈનો જ હાથ”

Published By: Nidhi Panchal

Last Updated: 10:49 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીનો એક સોશિયલ મીડિયા વિડિયો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડિયોમાં તેમના દ્વારા કરાયેલા કેટલાક ખુલાસાઓને કારણે ભાજપ સંગઠન અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીનો એક વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો વાયરલ થતાંની સાથે જ સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે પદ ગ્રહણ કર્યા બાદ પક્ષ અને જનતાનો આભાર માનવામાં આવતો હોય છે, પરંતુ આ વિડિયોમાં મેયરના નિવેદનો કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે, જેને કારણે વિવાદ વકર્યો છે.

mayor-5

જીત અને મેયર પદ પાછળ હેમરાજભાઈ પાડલિયાનો આભાર

વાયરલ થયેલા વિડિયોમાં મેયર ઉત્તમ સુરાણી સ્પષ્ટપણે સ્વીકારતા જોવા મળી રહ્યા છે કે તેમને ચૂંટણીની ટિકિટ અપાવવાથી લઈને ચૂંટણી જીતવા સુધી અને ત્યારબાદ મેયર પદ સુધી પહોંચાડવામાં કોઈ ખાસ વ્યક્તિનો મોટો હાથ રહ્યો છે. તેમણે ખુલ્લેઆમ ગુજરાતના ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ રામજીભાઈ પાડલિયાનો આભાર વ્યક્ત કર્યો છે. સુરાણીએ જણાવ્યું કે હેમરાજભાઈના થકી જ તેમને આજે મોરબીના મેયર તરીકે સ્થાન મળ્યું છે, જે નિવેદન હવે ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.

સમાજના કાર્યકર્તા તરીકે આગળ વધવાની નેમ

પોતાના સંબોધનમાં મેયર ઉત્તમ સુરાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, "હું મોરબીના ઋષિવંશી સમાજનો એક સામાન્ય કાર્યકર્તા છું અને હંમેશા રહીશ." તેમણે સમાજ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવતા કહ્યું કે તેઓ આગામી સમયમાં સમાજના આવા અનેક તારલાઓને શોધીને આગળ વધારવાનું કામ કરશે. જોકે, એક પક્ષના મેયર તરીકે પક્ષના સંગઠનને બદલે ચોક્કસ જ્ઞાતિ કે સમાજના સંગઠનના વડાનો આભાર માનવાની આ પદ્ધતિ સ્થાનિક નેતાઓને બહુ રાસ આવી નથી.

કાંતિભાઈ અમૃતિયાનું નિવેદન અને વિરોધાભાસ

આ સમગ્ર મામલામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભૂતકાળના નિવેદનો સાથે આ વાત સરખાવવામાં આવી. મોરબીના વરિષ્ઠ નેતા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ અગાઉ જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા નવી અને યંગ પેઢીને તૈયાર કરવા માંગે છે અને એના જ ભાગરૂપે મોરબીમાં આ વખતે યંગ લોકોને મહત્વના પદ સોંપવામાં આવ્યા છે. પરંતુ, બીજી તરફ ખુદ મેયર ઉત્તમ સુરાણી જ્યારે એમ કહે છે કે તેમને હેમરાજભાઈ પાડલિયાના કારણે જ આ પદ મળ્યું છે, ત્યારે મંત્રીના નિવેદન અને મેયરના નિવેદન વચ્ચે મોટો વિરોધાભાસ અને ગજગ્રાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમિત શાહની ઘૂસણખોરોને છેલ્લી વોર્નિંગ: જાતે જ પાછા જતા રહો તો કેસ નહીં થાય, નહીંતર .

ભાજપમાં લાગવગ અને ભલામણના સવાલો

મેયરના આ ચોંકાવનારા નિવેદન બાદ હવે સામાન્ય જનતા અને વિપક્ષ તરફથી અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં પણ હવે લાગવગ, ભલામણ અને સગાવાદથી ટિકિટ વહેંચાય છે? એટલું જ નહીં, મેયર પદ જેવા જવાબદાર સ્થાન પર બેસવા માટે પણ શું કોઈની ભલામણ કામ કરી જાય છે? મોરબીમાં ચર્ચા છે કે ઉત્તમ સુરાણી તો ભાજપમાં કોઈ સક્રિય સભ્ય પણ નહોતા, તેઓ માત્ર ભાજપની વિચારધારાથી પ્રેરિત હતા. તેમ છતાં તેમને સીધી મેયર પદની લોટરી લાગી જવી એ આ ભલામણની રાજનીતિ તરફ ઈશારો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Mayor Uttam Surani Hemrajbhai Padaliya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ