બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:01 PM, 28 May 2026
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાં તો ઘૂસણખોરો જાતે જ પોતાના દેશ પરત ચાલ્યા જાય, નહીંતર તેમની સામે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવશે. ગૃહ મંત્રીએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે સરકારના કડક વલણને કારણે હવે ગેરકાયદેસર ઘૂસણખોરો આપોઆપ પાછા ભાગવા લાગ્યા છે. અગાઉ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન દરરોજ મોટા પાયે ઘૂસણખોરી થતી હતી, પરંતુ હવે બંગાળમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વવાળી ભાજપ સરકાર આવતા જ સરહદો સુરક્ષિત થઈ છે અને ઘૂસણખોરો પર લગામ કસવામાં આવી છે.
ADVERTISEMENT
हमने चुनाव में कहा था, आप हमें शासन की धुरा दे दीजिए, हम बांग्लादेश सीमा पर सीमा की बाड़ बनाने का काम, फेंसिंग का काम कुछ ही दिनों में शुरू करेंगे। और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूँ कि सात ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के… pic.twitter.com/cBTrDEEHh9
— BJP Gujarat (@BJP4Gujarat) May 28, 2026
ADVERTISEMENT
અમિત શાહે પોતાના સંબોધનમાં આગળ જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે જે લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા છે, તેઓ પોતે જ્યાંથી આવ્યા છે ત્યાં સન્માનપૂર્વક પાછા જતા રહે. જો તેઓ સ્વેચ્છાએ પાછા ફરે છે, તો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તેમની સામે કોઈ કાનૂની કેસ દાખલ કરવામાં આવશે નહીં અને તેમને પરત મોકલવામાં વહીવટીતંત્ર તમામ જરૂરી સહાય પણ કરશે." તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા ઘૂસણખોરોને પકડવા માટે સત્તાવાર 'ઓળખ અભિયાન' શરૂ કરવામાં આવે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો આપોઆપ દેશ છોડી દેશે.
सरकार बदली, बंगाल बदला
— BJP Gujarat (@BJP4Gujarat) May 28, 2026
सीमा पर फेंसिंग का काम शुरू हुआ
बंगाल में भाजपा सरकार बनते ही 7 दिन में 600 हेक्टर जमीन BSF को सोंप दी गई है |
पहले ममता के शासन में घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जा रहे है | pic.twitter.com/4paRaAPZna
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના દિવસોને યાદ કરતા ગૃહ મંત્રીએ કહ્યું કે અમે જનતાને વચન આપ્યું હતું કે ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવામાં આવશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ પ્રશાસને આ દિશામાં કામ શરૂ કરી દીધું છે અને ગેરકાયદેસર નાગરિકોને રાખવા માટે ખાસ ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ એટલે કે 26 મે ના રોજ ‘જનસંખ્યાકીય પરિવર્તન પર ઉચ્ચ સ્તરીય સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ સમિતિની જાહેરાત થતાની સાથે જ ભારતમાં ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓ ભારત છોડીને ભાગવા માંડ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની વસ્તીના માળખા સાથે થતી રાજનીતિ અને ઘૂસણખોરી સામે હવે નિર્ણાયક લડાઈ શરૂ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરહદ સુરક્ષા અંગે મોટો ખુલાસો કરતા અમિત શાહે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની પીઠ થાબડી હતી. તેમણે કહ્યું, અમે બંગાળની ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો કે જો તમે અમને સત્તા સોંપશો, તો બાંગ્લાદેશ સરહદ પર અટકેલું ફેન્સિંગનું કામ અમે રેકોર્ડ સમયમાં શરૂ કરાવીશું. તેમણે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને અભિનંદન આપતા જણાવ્યું કે, બંગાળ સરકારે વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવીને માત્ર 7 દિવસની અંદર 600 હેક્ટર જમીન બોર્ડર સિક્યોરિટી ફોર્સને સોંપી દીધી છે જેથી ફેન્સિંગનું બાકી રહેલું કામ વહેલી તકે પૂરું કરી શકાય. આ ઉપરાંત, વડવાળું વ્યૂહાત્મક ક્ષેત્ર ગણાતા ચિકન નેક વિસ્તારની પણ 121 હેક્ટર જમીન BSF ને સોંપી દેવામાં આવી છે, જેનાથી દેશની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.