બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કર્ણાટકના CM બનવા જઈ રહેલા શિવકુમાર પાસે કરોડોનો શોપિંગ મોલ, રિસોર્ટ સિવાય બીજી કેટલી સંપત્તિ ?
Last Updated: 04:30 PM, 28 May 2026
કર્ણાટકના નવા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર હશે. તેઓ દેશના સૌથી ધનિક રાજકારણીઓમાં ગણાય છે. તેમની સંપત્તિ 1400 કરોડથી વધુની છે. જોકે તેમના ચૂંટણી સોગંદનામા મુજબ તેમના પર 500 કરોડથી વધુનું દેવું પણ છે. રાજીનામું આપતા પહેલા સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી માટે ડી.કે. શિવકુમારનું નામ પ્રસ્તાવિત કર્યું હતું.
ADVERTISEMENT
ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારનો અંત આવી રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું છે. તેમણે મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મિટિંગ દરમિયાન આ જાહેરાત કરી હતી. રાજીનામા પહેલા સિદ્ધારમૈયાએ પોતે મુખ્યમંત્રી પદ માટે ડી.કે. શિવકુમારનું નામ તેમના અનુગામી તરીકે પ્રસ્તાવિત કર્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માટે તૈયાર શિવકુમારની ગણતરી દેશના સૌથી અમીર રાજકારણીઓમાં થાય છે. જે તેમની જાહેર કરેલી સંપત્તિ પર એક નજર કરવાથી જ ખબર પડી જાય છે.
Transfer of power Congress style.
— Anshuman Sail Nehru (@AnshumanSail) May 28, 2026
Team DK Shivkumar and Siddaramaiah have delivered for congress in Karnataka all these years
This team will continue guiding the state to growth and development.
Every congress worker is proud of Siddaramaiah and DK Shivkumar. pic.twitter.com/GSINrF9l1P
ADVERTISEMENT
2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ડી.કે. શિવકુમારે તેમની સ્થાવર અને જંગમ સંપત્તિ અંગે વિગતો જાહેર કરી હતી. જેમાં તેમને તેમની કુલ સંપત્તિ 1400 કરોડથી વધુ જાહેર કરી હતી. તેમની પાસે વિવિધ મોંઘી મિલકતો, શોપિંગ મોલ સહિત - તેમના નામે નોંધાયેલી છે. તેમનેશેરબજારમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.
કર્ણાટકના મુખ્યમંત્રી પદ સંભાળવા જઈ રહેલા ડી.કે. શિવકુમારના પરિવારની સંયુક્ત નેટવર્થ 1413 કરોડ રૂપિયાથી વધુ છે. તો સામે તેમને જાહેર કરેલ દેવું 503 કરોડ રૂપિયા છે. ડી.કે. શિવકુમાર અને તેમના પરિવારના સભ્યો વિવિધ બેંક ખાતાઓમાં કુલ16 કરોડથી વધુની ડીપોઝીટ ધરાવે છે. તેમની વ્યક્તિગત મુવેબલ એસેટ 244 કરોડ રૂપિયા છે જેમાં તેમના પરિવાર સહિત કુલ 273 કરોડ રૂપિયા હતી.
ADVERTISEMENT
તેમની ઈમમુવેબલ એસેટ 970 કરોડ રૂપિયા છે. જ્યારે ઈમમુવેબલ એસેટનું સંયુક્ત મૂલ્ય 1140 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું. જેમાં 4 કરોડના શેર અને કરોડોનું સોનું પણ સામેલ છે. તેમણે શેરબજારમાં તેમની પત્ની સાથે મળીને તેમણે યુનિયન બેંકથી બેંક ઓફ બરોડા અને કૌસ્તુભ પ્રોજેક્ટ્સથી વી-ક્રોસ ડેવલપર્સ સુધીના શેરમાં 4.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સિવાય તેમની પાસે લગભગ 9 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે.

ADVERTISEMENT
તેમના કલેક્શનમાં રોલેક્સ અને હુબ્લોટ જેવી લક્ઝરી ઘડિયાળોનો સમાવેશ થાય છે, જેની દરેકની કિંમત લાખોમાં છે. ડી.કે. શિવકુમાર, તેમની પત્ની અને તેમના બાળકોની માલિકીના દાગીનાની કુલ અંદાજિત કિંમત 3.28 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ડી.કે. શિવકુમાર પાસે એક ફેમસ રિસોર્ટ પણ છે. ઇગલટન ગોલ્ફ રિસોર્ટ બેંગલુરુ નજીકરામનગર જિલ્લોમાં આવેલો છે. આ રિસોર્ટ ડી.કે. શિવકુમાર અને તેમના ભાઈ, ડી.કે. સુરેશ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. તે એક ગોલ્ફ રિસોર્ટ છે. ડી.કે. શિવકુમાર કોંગ્રેસ પાર્ટીમાં "રિસોર્ટ મેન" તરીકે પણ ફેમસ છે. અનેક પ્રસંગોએ તેમને હરીફ રાજકીય પક્ષોને પક્ષપલટા અટકાવવા આ રિસોર્ટમાં ધારાસભ્યોને રહેવા લાવ્યા હતા. જેમાં 2017 માં રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના 42 થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોને અહીં રાખવામાં આવ્યા હતા.આ સિવાય મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોના ધારાસભ્યોને પણ અહીં ખસેડવામાં આવ્યા હતા
ADVERTISEMENT
ડી.કે. શિવકુમારની સ્થાવર સંપત્તિની વાત કરવી હોય તો તેમના ચૂંટણી સોગંદનામામાં જણાવાયું છે કે તેમના અને તેમની પત્નીના નામે 30 કરોડ રૂપિયાની ખેતીલાયક જમીન નોંધાયેલી છે. આ સિવાય તેઓ દિલ્હીથી બેંગલુરુ સુધીના વિવિધ શહેરોમાં અનેક ઘરો અને ફ્લેટ ધરાવે છે જેની કિંમત 84 કરોડ રૂપિયાથી વધુ છે. કોમર્શીયલ મિલકતોમાં 'ગ્લોબલ મોલ' તેમના નામે નોંધાયેલ છે, જેની અંદાજિત કિંમત આશરે 900 કરોડ રૂપિયા છે. આ સિવાય કરોડો રૂપિયાની બીજી વિવિધ સંપત્તિઓ અને કોમર્શીયલ દુકાનો સહિતની પણ સંપત્તિ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.