બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડ, કિંમત એક પીસના 10,000 સુધીની, પાકિસ્તાન સાથે છે કનેક્શન

VTV વિશેષ / કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડ, કિંમત એક પીસના 10,000 સુધીની, પાકિસ્તાન સાથે છે કનેક્શન

Published By: Bharatsinh Chauhan

Last Updated: 08:53 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરની ધમાલ અને પ્રદૂષણથી દૂર, ગામમાં ધીરે ધીરે સૂર્યનું પહેલું કિરણ જમીન પર પડી રહ્યું છે. મંદિરની આરતીનો અવાજ આધ્યત્મિક ઉર્જા ઉત્પન કરી રહ્યો છે એટલામાં જ સવારના પ્રથમ પ્રહરમાં જગતનો તાત તેના બળદને લઈને ખેતર તરફ મંડાણ કરે છે ત્યારે એ બળદના ગળામાં બાંધેલી ટોકરીના રણકારથી વાતાવરણ સંગીતમય બને છે. આ ટોકરી જેને કોપર બેલ પણ કહેવાય છે તેને બનવવામાં કચ્છીઓની માસ્ટરી છે, અને ખાસ વાત તો એ કે એનું કનેક્શન છેક પાકિસ્તાન સાથે છે.

Kutch Famous Copper Bells: તમે શાહરુખખાન અને કાજોલની હિંદી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે DDLJ તો જોઈ જ હશે. જેમાં એક ફેમસ કોપર બેલ દેખાડવામાં આવે છે. આજકાલ ઈન્સ્ટાગ્રામ પર પણ આવા કોપર બેલ ટ્રેન્ડિંગમાં છે. ખાસ કરીને જ્યારે ફિલ્મોમાં ઉત્તર ભારત હિમાલયની આસપાસનો વિસ્તાર દર્શાવવામાં આવે, ત્યારે આ કોપર બેલ દર્શાવાય છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ ફેમસ કોપર બેલ તો આપણા ગુજરાતમાં કચ્છમાં બને છે. જે વર્ષો જૂની પ્રચીન હસ્તકળા છે. આ કોપર બેલની બનાવટમાં કચ્છીઓની માસ્ટરી છે, જેનો ઈતિહાસ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છના કોપર બેલની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ બોલબાલા છે.

Kutch Famous Copper Bells

કચ્છ જિલ્લો તેની જુદી જુદી હસ્તકળાઓ માટે વિશ્વ વિખ્યાત છે. કચ્છી ભરતકામથી લઈને ચર્મકામ, રોગન આર્ટ અને મોતીકામની ખ્યાતિ દેશ-વિદેશોમાં ફેલાયેલી છે. તો અહીંના કોપર બેલ પણ વિશ્વ વિખ્યાત છે. સમગ્ર ભારતમાં એકમાત્ર કચ્છના નિરોણા ગામમાં આ કોપર બેલ (ઘંટડી) બનાવવામાં આવે છે જેનું કામ અનેક પેઢીઓથી અહીં થઈ રહ્યું છે. આજે આ ઘંટડીઓની નિકાસ માત્ર પશુઓના ગળામાં બાંધવા નહીં, પરંતુ ઘર શણગાર તરીકે પણ અનેક દેશોમાં થાય છે.

300 વર્ષ જૂની કલા

આજથી અંદાજે 300 વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં તાંબાની ઘંટડીઓ બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રાચીન સમયમાં આ ઘંટડીઓ માલધારી લોકોની ગાયો અને ભેંસો સહિતના પશુઓના ગળામાં બાંધવા માટે બનાવવામાં આવતી હતી. દરેક માલધારી પોતાના પશુઓના ગળામાં અલગ અલગ પ્રકારની ટોકરી બાંધતા જેથી પશુની ઓળખ થઈ શકે. એટલું જ નહીં પણ કોપર બેલના વિવિધ પ્રકારના અવાજથી પણ પશુઓની ઓળખ થઈ શકતી હતી. ભારત પાકિસ્તાન અલગ થયા પહેલા કચ્છ અને સિંધ પ્રાંત એક બીજાથી જોડાયેલા હતા. અહીંની પરંપરા અને સભ્યતામાં પણ ઘણી સમાનતા છે. ભાગલા બાદ સિંધ પ્રાંતમાં જન્મેલી આ હસ્તકળા કચ્છમાં આવી અને લુહાર સમાજે આ હસ્તકળાનું કામ કચ્છમાં શરૂ કર્યું હતું. કચ્છમાં પણ માનવ વસતી કરતા દુધાળા પશુઓની વસતી વધુ છે, જેથી આ હસ્તકળાને અનેરો વેગ મળ્યો હતો.

કેવી રીતે બને છે ઘંટડી?

આ કોપર બેલ મૂળ લોખંડની શીટમાંથી બને છે. કોપર બેલના ત્રણ અલગ અલગ પાર્ટને હાથેથી જોડી તેના પર પીત્તળ, તાંબા અને ઝિંકનો પાઉડર લગાડવામાં આવે છે. તૈયાર થયેલી લોખંડની બેલને પાણીમાં નાખતા પીત્તળ, તાંબા અને ઝીંકનો પાઉડર બેલ પર ચોંટી જાય છે. આ બેલ પર માટી અને કપાસને પીસી તેનું લીંપણ ચોંટાડવામાં આવે છે, જે કામ લુહાર પરિવારની મહિલાઓ સંભાળે છે અને ત્યારબાદ તેને ગરમ ભઠ્ઠીમાં મુકાય છે. બેલના કડ પ્રમાણે તેને ગરમ કર્યા બાદ લીંપણ કાઢી તેને હથોડીથી ટીપી ટીપીને જરૂર મુજબનો અવાજ આપવામાં આવે છે.

Kutch Famous Copper Bells

એક ઘંટડીની કિંમત 10,000 રૂપિયા!

કોપર બેલના અવાજ મુદ્દે VTV DIGITAL સાથે ખાસ વાતચીત કરતા વર્ષોથી આ હસ્તકળા સાથે સંકળાયેલા સિદિક લુહારે જણાવ્યું હતું કે, 'ઘંટડીઓનો અવાજ તેના વપરાશ મુજબ રાખવામાં આવે છે. ભઠ્ઠીમાંથી નીકળેલી બેલને ટીપી ટીપીને તેનો અવાજ ચોક્કસ લયમાં કરવમાં આવે છે. સંગીતના વાજિંત્ર, ઘરના ઝુમર કે પશુઓના ગળામાં બાંધવા માટે બેલને અલગ અલગ રીતે ટીપી તેને ચોક્કસ અવાજ આપવામાં આવે છે.

Kutch Famous Copper Bells

આ બેલની નાનામાં નાની સાઈઝની કિંમત 50 રુપિયાથી લઈને 3500 રુપિયા સુધી પહોંચતી હોય છે. બેલ પર ગ્રાહકોની પસંદની ડિઝાઇન મુજબ ભાવ વધતા હોય છે. એટલું જ નહીં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે પણ વિશેષ પ્રકારની બેલ બનતી હોય છે જે એક બેલની કિંમત 10 હજાર રુપિયા સુધી પહોંચે છે. આજે આ ઘંટડીઓ ન માત્ર પશુઓના ગળામાં બાંધવા માટે પણ ઘર શણગાર, સંગીતના વાજિંત્ર, ડોરબેલ, ઝૂમર, વગેરે અનેક વસ્તુઓ બનાવવા માટે પણ તૈયાર કરવામાં આવે છે'.

વધુ વાંચો : ભૂજની ધરતી પર ખેલાયું હતું યાદગાર યુદ્ધ, જેમાં ખુદ 9000 નાગાબાવા નિસ્વાર્થ લડ્યા, લોકોએ યાદ રાખ્યું પણ તંત્ર ભૂલ્યું!

લુહાર પરિવારે સમયની સાથે આ ઘંટડીઓના અવાજમાં જરૂરી સુધારા વધારા પણ કર્યા છે. જેનાથી આજે દેશ વિદેશના લોકો આ કળા તરફ આકર્ષાયા છે. છેલ્લા ચાર દાયકાથી આ કોપર બેલની ભારત બહાર નિકાસ પણ થાય છે અને સમગ્ર ભારતમાંથી માત્ર નિરોણાના લુહાર પરિવારની ઘંટડીઓ જ એક્સપોર્ટ થઈ રહી છે. મૂળ પાકિસ્તાન અને વર્ષોથી કચ્છની આગવી ઓળખ તરીકે ઊભી કરેલી આ પ્રાચીન હસ્તકળા માટે લુહાર પરિવારને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Copper Bells Kutch Famous Copper Bells

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ