બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:23 PM, 27 May 2026
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ અને ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ખેતરોને પશુઓ અને વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખવા માટે અમલમાં રહેલી ‘કાંટાળી તારની વાડ યોજના’ એટલે કે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર રૂ. 200 અથવા કુલ ખર્ચના 50 ટકા પૈકી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. પરંતુ બજારમાં માલ-મટીરીયલ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થતા ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર સહાય વધારીને રૂ. 300 કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારના આ નવા નિર્ણયથી ખેડૂતોને પોતાના ખેતરોની સુરક્ષા માટે વધુ આર્થિક સહાય મળશે. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે હવે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂ. 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા મુજબ સહાય આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એવા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેઓ ખેતી દરમિયાન પશુઓના ઉપદ્રવથી પરેશાન રહેતા હતા.

ADVERTISEMENT
આ યોજના હેઠળ અગાઉ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું. ઘણા નાના ખેડૂતોને જૂથમાં સહમતિ ન મળતા યોજનાનો લાભ મળતો નહોતો. હવે સરકારે આ નિયમમાં પણ રાહત આપી છે અને માત્ર એક હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે. આ ફેરફારથી રાજ્યના હજારો નાના ખેડૂતોને સીધો લાભ મળશે.
ADVERTISEMENT
સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં મળેલી અંદાજે એક લાખ અરજીઓને ચોમાસા પહેલાં મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે માટે સરકાર તબક્કાવાર મંજૂરી આપશે. આ માટે રાજ્ય સરકારે રૂ. 240 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જરૂર પડે તો વધારાના ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદના જોધપુરમાં નિવૃત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કરતા સનસનાટી મચી, સામે આવ્યું કારણ
સરકારે વધુમાં જણાવ્યું છે કે અગાઉ આ યોજના માટે પોર્ટલ વર્ષમાં માત્ર એક જ વાર ખુલતું હતું, પરંતુ હવે વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે જરૂર પડશે તો બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે મહત્વપૂર્ણ રાહત અને પાક સુરક્ષાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.