બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના જોધપુરમાં નિવૃત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કરતા સનસનાટી મચી, સામે આવ્યું કારણ

ગુજરાત / અમદાવાદના જોધપુરમાં નિવૃત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કરતા સનસનાટી મચી, સામે આવ્યું કારણ

Published By: Nidhi Panchal

Last Updated: 06:33 PM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદને લઈને થયેલા ફાયરિંગથી ચકચાર મચી ગઈ છે. નિવૃત્ત DySP દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની માહિતી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ આવેલા વિસ્તારમાં જમીન વિવાદને લઈને થયેલા ફાયરિંગથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ સેટેલાઈટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

DYSP-2

નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા આ ફાયરિંગ

પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે જમીન સંબંધિત જૂના વિવાદને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મામલો એટલો બગડ્યો કે નિવૃત્ત પોલીસ અધિકારીએ રિવોલ્વરમાંથી એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. જોકે અચાનક થયેલા ફાયરિંગના અવાજોથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકો ભયભીત થઈ પોતાના ઘર અને દુકાનો તરફ દોડી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલ 'આઝાદ', સુપ્રીમ કોર્ટે આપ્યાં નિયમિત જામીન

સેટેલાઈટ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ

ફાયરિંગની ઘટના બાદ સેટેલાઈટ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ ઘટનાસ્થળ પરથી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફાયરિંગ પાછળના ચોક્કસ કારણો અને જમીન વિવાદની હકીકતો જાણવા માટે બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં નિવૃત્ત DySPનું નામ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસ વિભાગના ભૂતપૂર્વ અધિકારી દ્વારા જાહેરમાં ફાયરિંગ થવાની ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retired DYSP Land Dispute Ahmedabad Ahmedabad Firing,

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ