ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / પાકિસ્તાનને હરાવનારી ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોચી, એરપોર્ટ પર જોરદાર સ્વાગત, 18મીએ નેધરલેન્ડ સામે મેચ

ક્રિકેટ / પાકિસ્તાનને હરાવનારી ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોચી, એરપોર્ટ પર જોરદાર સ્વાગત, 18મીએ નેધરલેન્ડ સામે મેચ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:02 PM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ગઈ છે. ક્રિકેટ પ્રેમીઓએ અમદાવાદ એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનું સ્વાગત કર્યુ હતું.

ADVERTISEMENT

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ગઈ છે. ક્રિકેટ પ્રેમીઓએ અમદાવાદ એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનું સ્વાગત કર્યુ હતું. સૂર્યકુમાર યાદવની આ સેના હોટલમાં જવા માટે નીકળી હતી ત્યારે રસ્તા પર તેમના ચાહકોનો જમાવડો જોવા મળતો હતો. ભારતીય ટીમનો 18મી ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડસ સામે મુકાબલો થવાનો છે.

Cricket

અમદાવાદમાં વર્લ્ડકપની મેચને લઇ શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમ અમદાવાદમાં પહોચતા ટીમના ખેલાડીઓને શહેરીજનોએ જોરદાર સ્વાગત કર્યુ હતું. નેધરલેન્ડ સામે ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ગ્રુપ સ્ટેજમાં મજબૂત સ્થાન મેળવવા માગે છે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ખાસ રહેશે.

નોધનીય છે કે,આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમએ પાકિસ્તાનની ટીમને પરાજય આપી સુપર 8 માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાનને ભારતીય ટીમએ કારમી હાર આપી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ કમબેક હોય તો આવું! પાકિસ્તાનને ધોયા બાદ સોશિયલ મીડિયામાં છવાયો ઈશાન કિશન

ભારતે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, ઇશાનની તોફાની ફિફ્ટી જોવા મળી હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર 8 માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suryakumar Yadav Indian Cricket Team Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ