બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કમબેક હોય તો આવું! પાકિસ્તાનને ધોયા બાદ સોશિયલ મીડિયામાં છવાયો ઈશાન કિશન

T20 વર્લ્ડ કપ 2026 / કમબેક હોય તો આવું! પાકિસ્તાનને ધોયા બાદ સોશિયલ મીડિયામાં છવાયો ઈશાન કિશન

Bijal Vyas

Last Updated: 01:28 PM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર. પ્રેમદાસા સ્ટેડિયમની મુશ્કેલ પિચ પર ઇશાન કિશને પાકિસ્તાની બોલરોને શ્વાસ લેવાની તક પણ આપી નહીં. 27 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, તેણે પોતાની ઇનિંગ્સને વધુ વેગ આપ્યો. 40 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 77 રન બનાવ્યા.

સોશિયલ મીડિયા પર અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય ઇશાન કિશન અને તેનું કમબેક છે. તેણે ગઈકાલે પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની મેચે બદલી નાખી. T20 વર્લ્ડ કપના 27મી મેચમાં, ભારતે ટોસ હારી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલી જ ઓવરમાં અભિષેક શર્મા આઉટ થયા બાદ ટીમ દબાણમાં હતી. તે જ સમયે ઇશાન કિશને કાઉન્ટર અટેક શરૂ કર્યો. તેણે શાહીન આફ્રિદીની ઓવરમાં 15 રન બનાવીને પાકિસ્તાન પર દબાણ બનાવ્યું.

આર. પ્રેમદાસા સ્ટેડિયમની મુશ્કેલ પિચ પર ઇશાન કિશને પાકિસ્તાની બોલરોને શ્વાસ લેવાની તક પણ આપી નહીં. 27 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, તેણે પોતાની ઇનિંગ્સને વધુ વેગ આપ્યો. 40 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 77 રન બનાવ્યા.મુશ્કેલ પીચ પર, જ્યાં અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો, ઈશાન કિશને મેચની દિશા બદલી દીધી. આ જ કારણ છે કે ઈશાન કિશનની પ્રશંસા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ થઈ રહી છે. આવો જોઈએ કે, લોકો સોશિયલ મીડિયા પર ઈશાન કિશન વિશે શું લખી રહ્યા છે.

પાકિસ્તાનના કોચ માઈક હેસને ઈશાન કિશનની ઇનિંગની ખુલીને વખાણ કર્યા.

તેમણે કહ્યું, "મને લાગે છે કે ઈશાન કિશને જે રીતે બેટિંગ કરી, તેણે મેચ આપણાથી દૂર કરી લીધી. ઈશાન કિશન સિવાય, બીજા કોઈ બેટ્સમેન એક બોલ પર રન કરતાં વધુ સારી રીતે રમ્યા નહીં. ઈશાનની ઇનિંગ આખી મેચની સૌથી અનોખી અને ખાસ હતી."

પાકિસ્તાની ક્રિકેટ ચાહકો પણ ઇશાન કિશન વિશે કહી રહ્યા છે - કેવું કમબેક છે!

Gully Point (@gullypoint_)ઈશાન કિશનની ઈનિંગ પર પ્રતિક્રિયા આપતા તેમણે લખ્યું કે, જ્યારે અન્ય બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ઈશાને બતાવ્યું કે મોટી મેચોમાં આંતરરાષ્ટ્રીય અનુભવ કેટલો મહત્વપૂર્ણ છે. આ પીચ પર 192ના સ્ટ્રાઇક રેટથી રન બનાવવા એ 'પ્યોર ગોલ્ડ' છે.

આજે જે લોકો ઈશાન કિશનના વખાણ કરી રહ્યા છે તેમણે પણ આ યાદ રાખવું જોઈએ. તેણે ક્યારેય પીડિત કાર્ડ રમ્યું નહીં, તેણે ફક્ત સખત મહેનત કરી અને હવે તે પાછો આવી ગયો છે.

ઈશાને હાર ન માની!

ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનનો વાપસીનો રસ્તો સરળ નહોતો. આઈપીએલમાં સતત અસરદાર પ્રદર્શન છતાં, ઋષભ પંત અને કેએલ રાહુલની હાજરી તેને કાયમી સ્થાન મેળવવાથી રોકી રહી હતી.

2022ના અંતમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારવા છતાં, તેને બીજી જ મેચમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

2023 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ડેબ્યૂ ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરવા છતાં, તે જ વર્ષે રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.

અહીંથી જ મુશ્કેલ સમયની શરૂઆત થઈ. તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ અધવચ્ચે જ છોડી ગયો. તે સમયે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટતા કરી હતી કે ઈશાને માનસિક થાકને કારણે બ્રેકની વિનંતી કરી હતી.

પરંતુ આ બ્રેક પછી, વાપસીનો રસ્તો વધુ મુશ્કેલ બન્યો. ફેબ્રુઆરી 2024 માં, તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો. વર્ષના અંત સુધીમાં, મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને ટીમમાંથી રિલીઝ કરી દીધો.

આ નિષ્ફળતાઓ છતાં, ઇશાને હાર ન માની. તેણે પોતાને સુધાર્યો અને ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો, જ્યાં તેણે પોતાની ઓળખ ફરીથી બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. હવે, પાકિસ્તાન સામેની તેની ઇનિંગ્સ પછી, લોકો કહી રહ્યા છે કે, "કમ બેક હો તો ઐસા."

સંકળાયેલા મુદ્દાઓ

ishan kishan ishan comeback T20 world cup 2026
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ