ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાલુપુર બ્રિજ પર AMTS બસનો કાળમુખો અકસ્માત: 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 ઈજાગ્રસ્ત

અમદાવાદ / કાલુપુર બ્રિજ પર AMTS બસનો કાળમુખો અકસ્માત: 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 ઈજાગ્રસ્ત

Published By: Pravin Joshi

Last Updated: 12:03 AM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વ્યસ્ત કાલુપુર ઓવરબ્રિજ પર સાંજના સમયે AMTS ઈલેક્ટ્રિક બસના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી 3 ટુ-વ્હીલરને કચડી નાખતા સનસનાટી મચી ગઈ છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓની બેદરકારીને કારણે વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત કાલુપુર ઓવરબ્રિજ પર કાળમુખી બનેલી AMTS ની ઈલેક્ટ્રિક બસે ગફલતભરી રીતે દોડીને એકસાથે 2થી 3 ટુ-વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ભયાનક બનાવમાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અનેક મુસાફરો લોહીલુહાણ થયા હતા.

અકસ્માત બાદ રિવર્સ લેતાં વધુ વાહનો અડફેટે આવ્યા

મળતી વિગતો મુજબ, રૂટ નંબર 137 પર દોડતી 'AEEV 0L' રજિસ્ટ્રેશન નંબરની AMTS ઈલેક્ટ્રિક બસ સાંજે રામદેવ મસાલાથી બાપુનગર તરફ જઈ રહી હતી. બસ કાલુપુર બ્રિજ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નજીક પહોંચી ત્યારે ચાલકે આગળ ચાલી રહેલા ટુ-વ્હીલર્સ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રાથમિક ટક્કર બાદ ગભરાયેલા બસ ચાલક માનસિંગ રાઠોડે બસ રિવર્સ લેવાનો પ્રયાસ કરતા પાછળ આવી રહેલા અન્ય બે-વ્હીલર પણ બસ નીચે કચડાઈ ગયા હતા.

4 લોકો લોહીલુહાણ, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

અકસ્માતમાં ગોમતીપુરના 32 વર્ષીય સુફિયાન અંસારી અને તેમના 17 વર્ષીય ભત્રીજા અલી અહેમદ સહિત એક મહિલા અને અન્ય એક પુરુષને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ પણ વાંચોઃ ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

200 લોકોનું ટોળું એકઠું થતાં પોલીસ કાફલો દોડ્યો

બ્રિજ પર અકસ્માત સર્જાતાં જ વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જોતજોતામાં સ્થળ પર 200થી વધુ લોકોનું ઉત્તેજિત ટોળું એકત્ર થઈ ગયું હતું. બનાવની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી રોષે ભરાયેલા લોકોને વિખેર્યા હતા. હાલમાં બસ અને તેના ચાલક માનસિંગ રાઠોડને અટકાયતમાં લઈ 'E' ટ્રાફિક પોલીસ સ્ટેશન (હવેલી) દ્વારા ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KalupurBridge AMTSBus AhmedabadAccident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ