ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / Gujarat Congress will not announce the face of CM post

ELECTION-2022 / ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મહત્વનો નિર્ણય, જાહેર નહીં કરે CM પદનો ચહેરો: સૂત્ર

Published By: Khyati

Last Updated: 04:25 PM, 5 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સીએમ પદનો ચહેરો નહી કરવામાં આવે જાહેર

ADVERTISEMENT

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસનો નિર્ણય
  • ગુજરાતમાં કોંગ્રેસ સામુહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે: સૂત્ર
  • કોંગ્રેસ મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં કરે જાહેર: સૂત્ર

કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે: સૂત્ર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ત્રી પાંખિયો જંગ ખેલાવાનો છે. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિને લઇ ચિંતન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી છે. ગુજરાતમાં કોંગ્રેસ સીએમ પદનો ચહેરો જાહેર નહી કરે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પવન ખેરાને ગુજરાત મીડિયા વિભાગની જવાબદારી: સૂત્ર

તો સૂત્રો તરફથી એ પણ માહિતી સામે આવી છે કે પવન ખેરા ગુજરાત કોંગ્રેસ મીડિયા વિભાગનું કામ સંભાળશે. ચૂંટણી સુધી પવન ખેરાને ગુજરાત મીડિયા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ગઇકાલે ગુજરાતની ચૂંટણીને લઈ દિલ્હી ખાતે બેઠક મળી હતી. જે બેઠકમાં પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ, પી.ચિદમ્બરમ, જયરામ રમેશ, મુકુલ વાસનીક,અજય માકન,સુરજેવાલા પણ હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલમાં સીએમ પદનો ચહેરો જાહેર કરશે નહીં.

ગુજરાત કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે-રઘુ શર્મા 

ઉલ્લેખનીય છે કે 4 જુલાઇના રોજ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માએ નિવેદન આપતા કહ્યું હતું  કે ગુજરાત કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે, ચૂંટણી પછી જીત બાદ CM પદનો ચહેરો નક્કી કરાશે તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. મહત્વનું છે કે સીએમ ચહેરો જાહેર કરે તો કોઈ મોટો વર્ગ નારાજ થવાની ભીતિ કોંગ્રેસને અંદરો અંદર સતાવી રહી છે જેને કારણે સૌને પડખે રાખવા કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ સીએમ ચહેરા વગર જ નૈયા પાર કરાવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

ગુજરાત કોંગ્રેસ જગદીશ ઠાકોર મુખ્યમંત્રીનો ચહેરો રઘુ શર્મા સીએમ પદ Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ