બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VTV NEWS દ્રોણા એવોર્ડ 2026માં શિક્ષણના શિલ્પીઓનું સન્માન, ડો.પ્રદ્યુમન વાજાએ શિક્ષકોને બિરદાવ્યા
Last Updated: 04:27 PM, 30 May 2026
VTV NEWS Drona Award 2026 : સમાજને જ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર ગુરુજનો, શિક્ષણવિદો અને શૈક્ષણિક સંસ્થાનોના યોગદાનને વંદન કરવા માટે VTV ન્યૂઝ દ્વારા આયોજિત દ્રોણા એવોર્ડ સિઝન-4 ભવ્યતા અને ગૌરવ સાથે યોજાઈ. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર યુનિવર્સિટીઓ, શાળાનો, સ્કિલ એજ્યુકેશન સંસ્થાઓ અને શિક્ષણ જગતના અગ્રણી ચહેરાઓને એક જ મંચ પર સન્માનિત કરીને VTV ન્યૂઝે ફરી એક વાર સાબિત કર્યું કે, શિક્ષણ જ સમાજ પરિવર્તનનું સૌથી શક્તિશાળી માધ્યમ છે.
ADVERTISEMENT
મુખ્ય અતિથી શિક્ષણ પ્રધાન ડો. પ્રદ્યુમન વાજા, અમદાવાદના મેયર હિતેષ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને ભાજપના પ્રવક્તા અનિલ પટેલે પવિત્ર તુલસી છોડને જળ અર્પણ કરી કાર્યક્ર્મનો પ્રારંભ કરાવ્યો હતો.

ADVERTISEMENT
શિક્ષણ ક્ષેત્રે સમર્પિત સેવાઓને બિરદાવતા આ વિશેષ સમારોહમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડો. પ્રદ્યુમન વાજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અમદાવાદના મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મલેશ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા પરંપરાગત દીપપ્રાગટ્યના સ્થાને તુલસીના છોડમાં જળ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્ઞાન અને પ્રકૃતિના આ સુંદર સમન્વયે સમો સમારોહને વિશેષ ગૌરવ પ્રદાન કર્યું હતું.

ADVERTISEMENT
આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ડો. બાબાસાહેબ બકર ઓપન યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ઝી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ આર્ટ (ઝિકા), સ્કિલ કોલેજ, અર્ક સાયન્સ, ચહલ એકેડેમી, ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટ, સહિતની અગ્રણી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.

ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીએ પોતાના 76 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ સાથે શિક્ષણ, સંશોધન અને ઈનોવેશન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. પારુલ યુનિવર્સિટી યુવાનોને વૈશ્વિક શિક્ષણ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન તરફ પ્રેરિત કરી રહી છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય 107 વર્ષની શૈક્ષણિક પરંપરાને આધુનિક શિક્ષણ સાથે આગળ વધારી રહી છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને હેલ્થકેર ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડવાના મિશન સાથે નવી ટેક્નોલોજીનો સફળ ઉપયોગ કરી રહી. છે. આ સમારોહમાં સરકારી શાળાઓએ પણ પોતાની સિદ્ધિઓથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કચ્છની મોડલ સ્કૂલ-માધાપર, ગીર સોમનાથની પીએમશ્રી મોડલ સ્કૂલ- બાપટ, સુરતની સુમન હાઈસ્કૂલ નંબર- 18 અને પંચમહાલની શ્રી મહાજન ઈંગ્લિશ સ્કૂલ જેવી સંસ્થાઓએ સાબિત કર્યું છે કે, ગુણવત્તાસભર શિક્ષણ માત્ર શહેરો પૂરતું મર્યાદિત નથી. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષણના દીવા પ્રજ્વલિત થઈ રહ્યા છે.

ADVERTISEMENT
અમદાવાદના નરોડામાં આવેલા નવયુગ કેમ્પસને વિશેષ સન્માન મળ્યું. હતું. માત્ર 23 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે 3 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરી રહી છે. સ્કિલ આધારિત શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપતી સ્કિલ કોલેજ, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતને પણ આગવી કામગીરી બદલ દ્રોણા એવોર્ડ દ્વારા બિરદાવવામાં આવ્યાં. ક્રિએટિવ અને ટેકનિકલ ક્ષેત્રે ઝી ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ (ઝિકા) તથા અર્ક સાયન્સ જેવી સન્માનિત સંસ્થાઓએ પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. એનિમેશન, વીએફએક્સ, ગેમિંગ, ડિજિટલ મીડિયા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપીને આ સંસ્થાઓ પુવાનોનાં સપનાંઓને નવી દિશા આપી રહી છે.
સરકારી શાળાઓની સફળતાની ગાથા
ADVERTISEMENT
સ્કિલ અને ક્રિએટિવ શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ

પેનલ ડિસ્કશન

રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકો સૌથી મહત્વપૂર્ણ : ડો. પ્રદ્યુમ્ર વાજા
રાજ્યના શિક્ષણ પ્રધાન ડો. પ્રશ્ન વાજાએ શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યાં ઉપસ્થિત શિક્ષણવિદો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. શિક્ષણ ક્ષેત્રના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું, સમાજના વિકાસ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ છે. એક સારો શિક્ષક માત્ર વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતો નથી, પરંતુ તેના વ્યક્તિત્વનું પણ ઘડતર કરે છે. તેમણે કહ્યું હતું કે જીવનમાં ભણવા માટે કોઈ નિશ્ચિત ઉંમર હોતી નથી. જ્ઞાન મેળવવાની ઇચ્છા અને શીખવાની જિજ્ઞાસા હોય તો વ્યક્તિ કોઈ - પણ તબક્કે શિક્ષણ મેળવી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સતત શીખતાં રહેવું એ જ વ્યક્તિના વિકાસનો સાચો માર્ગ છે. શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતિ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહીં, પરંતુ કૌશલ્ય, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ આપવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહી છે. શિક્ષણને જીવન સાથે જોડીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સજ્જ બનાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
કેમ્પસના ડિરેક્ટર Dr. Father Jomon Thommana ના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ કોલેજે સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન અને નવી શિક્ષણ નીતિ (NEP) નો સફળ અમલ કર્યો છે, જેથી વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી જ નહીં પરંતુ વ્યવહારુ કૌશલ્ય અને જીવનમૂલ્યો પણ પ્રાપ્ત કરે છે.
અદ્યતન લેબોરેટરીઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, અનુભવી ફેકલ્ટી અને વિવિધ ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. કોલેજમાં ઉપલબ્ધ એડવાન્સ્ડ ફિઝિક્સ લેબોરેટરી વિદ્યાર્થીઓને આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સંશોધન અને પ્રયોગો કરવાની તક આપે છે. સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત શિક્ષણ અને તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવામાં આવે છે. ક્રાઇસ્ટ કોલેજમાં શિક્ષણ માત્ર અભ્યાસ પૂરતું નથી; અહીં ભવિષ્યના કુશળ, ટેક્નોલોજી-સક્ષમ, જવાબદાર અને સફળ નાગરિકોનું ઘડતર થાય છે.
અગ્રણી યુનિવર્સિટીઓને મળ્યો ગૌરવનો મુકુટ
આ અગ્રણી વર્ષે ગુજરાતની યુનિવર્સિટીઓએ દ્રોણા એવોર્ડના મંચ પર પોતાની વિશિષ્ટ ઓળખ નોંધાવી.
- ગુજરાત યુનિવર્સિટી-76 વર્ષની ગૌરવશાળી સફર, 300 થી વધુ સેન્ટર્સ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3 સન્માનિત.
- કડી સર્વ વિશ્વવિધાલય-100 વર્ષની મૂલ્ય આધારિત શિક્ષણ પરંપરા અને 800થી વધુ કંપનીઓના પ્લેસમેન્ટ માટે ઓળખ,
- પારુલ યુનિવર્સિટી-વૈશ્વિક શિક્ષણ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે વિશેષ સન્માન.
- સાંકળચંદ પટેલ યુનિવર્સિટી-AI મશીન લર્નિંગ અને સંશોધન ક્ષેત્રે આગવી કામગીરી બદલ એવોર્ડ.
- ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-NAAC A++ અને ઓપન લર્નિગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત.
- સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી-સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી આધારિત શિક્ષણ માટે સન્માનિત.
- સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી- રમતગમત શિક્ષણ ક્ષેત્રે આગવી કામગીરી બદલ એવોર્ડ પ્રાપ્ત કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.