બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Politics / gorakhpur up panchayat chunav 2021 23 vantangia villages in gorakhpur and maharajganj will elect their pradhans for the first time post independent

ચૂંટણી / આઝાદી બાદ પહેલી વાર આ 23 ગામમાં થશે ચૂંટણી, આઝાદીના 70 વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓથી હતા વંચિત

Dharmishtha

Last Updated: 12:30 PM, 6 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદીના 70 વર્ષ બાદ વનટાંગિયા ગામોના લોકો પહેલી વાર પંચાયતની ચૂંટણીમાં સક્રિય ભાગીદારી નિભાવતા ગ્રામ પ્રધાનો ચૂંટશે અને પોતાના ગામમાં સરકાર બનાવશે.

  • વનટાંગિયા ગામ રાજસ્વ ગ્રામના રુપમાં અભિલેખોમાં દાખલ નહોંતા
  •  ગામને સરકાર તરફથી કોઈ ફાયદો નહોંતો મળી રહ્યો
  • પીએમ મોદી પણ કરી ચૂક્યા છે વખાણ

 વનટાંગિયા ગામ રાજસ્વ ગ્રામના રુપમાં અભિલેખોમાં દાખલ નહોંતા

વર્ષ 2017માં પહેલા વનટાંગિયા ગામ રાજસ્વ ગ્રામના રુપમાં અભિલેખોમાં દાખલ નહોંતા. સરકારની યોજનાઓનો લાભ તેમને નહોંતો મળી શકતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વનટાંગિયા ગામોને રાજસ્વ ગ્રામ જાહેર કરતા તેમને આઝાદ દેશમાં મળનારી તમામ પાયાની સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્યધારામાં જોડ્યા. રાજસ્વ ગ્રામ ઘોષિત થયા બાદ ગોરખપુર અને મહારાજગંજના 23 વનટાંગિયા ગામ પહેલી વાર પંચાયતની ચૂંટણીમાં સક્રિય ભાગીદારી નિભાવી ગામની સરકાર પસંદ કરશે. જેમાં ગોરખપુરના 5 અને મહારાજગંજના 18 વનટાંગિયા ગામ છે.

 ગામને સરકાર તરફથી કોઈ ફાયદો નહોંતો મળી રહ્યો

ગત ચૂંટણીમાં આમને મતદાન કરવા ભલે મળ્યું હોય પણ ગામ રાજસ્વ ગ્રામ ન હોવાના કારણે ગામને સરકાર તરફથી કોઈ ફાયદો નહોંતો મળી રહ્યો.  સીએમએ 2017માં આ ગામને રાજસ્વ ગ્રામમાં દાખલ કર્યા એ બાદ તેમને પાયાની સુવિધાઓ મળી. ગામમાં સ્કૂલ બની, રાશન કાર્ડથી રાશન મળ્યુ, વીજળી, રોડ, પાણી આવાસ જેવી સુવિધાઓ આ લોકોને મળવા લાગી. સાથે પાત્રોમાં વુદ્ધ, વિધવા, દિવ્યાંગ, પેન્શન યોજનાઓનો લાભ પણ મળવા લાગ્યો.

શું છે વનટાંગિયા ગામ

વનટાંગિયા ગામ અંગ્રેજ શાસનમાં 1918ની આસપાસમાં વસાવવામાં આવ્યુ હતુ. તેનો હેતુ સાખૂના વૃક્ષોનું રોપણ કરી વન વિસ્તારને વધારો આપવાનું હતુ. જેમનું જીવન જીવવાનો એકમાત્ર સહારો વૃક્ષોની ખાલી જમીન પર ખેતીવાડી કરવાનો હતો. ગોરખપુરમાં કુસમ્હી જંગલની પાસે 5 વિસ્તારમાં ફેલાયેલા જંગલો તિનકોનિયા નવેમ્બર 3, રજહી ખાલે ટોલા, રજહી નર્સરી, કેરીના બાગ નર્સરી અને ચિલબિલવામાં વસેલી વસ્તીઓ 100 વર્ષથી વધારે જૂના છે. વર્ષ 1998માં ગોરખપુરથી પહેલી વાર સાંસદ બનેલા યોગી વનટાંગિયોના સંઘર્ષના સાથે બન્યા અને પોતાના સંસદીય કાર્યકાળમાં સડકથી સદન સુધી તેમના હક માટે અવાજ ઉઠાવતા રહ્યા. વનટાંગિયોથી યોગીની આત્મિયતાનો અંદાજ તેનાથી જ લગાવી શકાય છે કે આ વર્ષે 2009માં તેમની વચ્ચે દિવાળી મનાવે છે. મુખ્યમંત્રી બન્યા બાદ પણ આ સિલસિલો ન તુટ્યો.

પીએમ મોદી પણ કરી ચૂક્યા છે વખાણ

મહારાજગંજના વનટાંગિયો તથા વાસ્તવમાં નજીર બનીને સામે આવ્યા છે. વનટાંગિય ખેડૂતોની એફપીઓને ગોલ્ડન શક્કરિયાની ખેતી અને આના માર્કેટિંગ માટે અમદાવાદની એક કંપની સાથે કરાર કરી દેશનું ધ્યાન ખેંચ્યુ છે. આ એફપીઓ સાથે જોડાયેવા પ્રમુખ વનટાંગિયો ખેડૂત રામગુલાબ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ રામગુલાબ સાથે ગત વર્ષ 25 ડિસેમ્બર વર્ચ્યૂઅલ સંવાદ પણ કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gorakhpur maharajganj up panchayat ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ gorakhpur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ