Team VTV05:47 PM, 19 Aug 19
| Updated: 05:47 PM, 19 Aug 19
ગુગલે તેના પ્લે સ્ટોર પરથી પ્રાઇવેસીનો ભંગ કરતી કે યુઝરની પરમિશન વિના એડ બતાવતી એપ સામે કાર્યવાહી શરુ કરી છે. પ્લે સ્ટોર પરની અનેક જાણીતી એપના ડેવલપર્સ નિયમોનો ભંગ કરે છે જેની સામે ગુગલ અવારનવાર સાફસુફી કરતું હોય છે.
ગુગલે હમણા 85 એપ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. તમામ પોપ્યલર એપ છે.આ બધી એપમાં એડવેર હતા જે સતત એડનો મારે કરતા હતા.આ બાબતની જાણકારી ગુગલને સિકયોરિટી રિસર્ચર્સ ટ્રેન્ડ માઇક્રોએ આપી હતી.
મોટા ભાગની ફોટોગ્રાફી અને ગેમીંગ એપ
ટ્રેન્ડ માઇક્રોના જણાવ્યા અનુસાર તેમાં એવું એજવેર હતું જે યુઝરને બિનજરુરી એડ જોવા ફરજ પાડતું હતું.વળી એપમાં દેખાતી એડને બંધ કરવાનું પણ યુઝર માટે મુશ્કેલ હતું. રિપોર્ટ મુજબ મોટાભાગની આવી એપ ફોટોગ્રાફી અને ગેમીંગ એપ છે.
કેટલીક એપ તો 80 લાખ કે તેથી વધુ વખત ડાઉનલોડ થઇ છે.ગુગલ પ્લે પરથી હટાવાયેલી એપમાં સુપર સેલ્ફી,Cos કેમેરા,પોપ કૈરા અને વન સ્ટ્રોક લાઇન પઝલ જેવી જાણીતી એપ સામેલ
છે. સેમસંગ સહિતની કંપનીઓના લેટેસ્ટ ફોન જોકે એડવેરથી સુરક્ષિત છે.
જાણીતી એપ દુર કરી હોય તેવી પહેસી ધટના
ગુગલે જાણીતી એપ દુર કરી હોય તેવી આ પહેલી ઘટના નથી.ગત જુલાઇમાં પણ એવી સાત એપ ડિલીટ કરી હતી જેના પર યુઝર્સની જાસુસી કરવાનો આક્ષેપ હતો.જુલાઇમાં સ્પાય કીડસ
ટ્રેકર,ફોન સેલ ટ્રેકર,મોબાઇલ ટ્રેકીંગ,એસએમએસ ટ્રેકર,એમ્પ્લોઇ વર્ક સ્પાય,સ્પાય ટ્રેકર જેવી એપ હટાવી હતી.
તમારા ફોનમાં પણ આ બધી એપ હોય તો તરત જ તેને દુર કરવી જોઇએ.એપના જાણકારો કહે છે કે જો કોઇ એપ તેના ફંકશન માટે જરુરી ન હોય તેવી પરમિશન માગે તો પણ યુઝરે એલર્ટ થઇને તે અંગેના જાણકારી મેળવવી જોઇએ.