ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / google pixel 4 early look reveals air gesture smarter face unlock
ADVERTISEMENT
ગૂગલે એ પણ જાહેર કર્યુ છે કે પિક્સેલ 4માં છ મોશન સેન્સ ફિચર હશે. એટેલે કે તેમાં પ્રોજેકટ સોલી ચીપ હશે. જેનું રડાર હેન્ડ જેસ્ચરને ડિટેકટ કરીને ફોનના અનેક ફંકશન ઓપરેટ કરી શકશે. પિક્સેલ 4માં આઇફોન જેવું સિકયોર ફેસ અનલોક ફિચર પણ આવી રહ્યું છે.
ADVERTISEMENT

અત્યારે અનેક એન્ડ્રોઇડ ફોનમાં ફેસ અનલોક ફિચર છે. પરંતુ તે માત્ર ફ્રન્ટ કેમેરાથી ફેસ ડિટેકટ કરીને મોબાઇલ અનલોક કરે છે. જેમાંના મોટાભાગના સિકયોર જ નથી અથવા આઇફોન જેટલા સિકયોર નથી. જોકે પિકસલ 4માં પ્રથમ વખત એકદમ સિકયોર ફેસ અનલોકનું ફિચર આવી રહ્યું છે. જેનો ઉપયોગ પેમેન્ટ માટે પણ કરી શકાશે.
ADVERTISEMENT

ગૂગલ કહે છે કે ફેસ અનલોક માટેનો બાયમેટ્રિક ડેટા ફોનની ખાસ સુરક્ષિત ચિપમાં સ્ટોર થશે અને તેને ગુગલની અન્ય સર્વિસિસ સાથે ક્યારેય પણ શેર નહીં કરવામાં આવે. તેથી બાયોમેટ્રિક ડેટા લીક થવાની કોઇ શકયતા જ રહેશે નહીં. પિકસલ 4 ફેસ અનલોક માટે કેમેરા ઉપરાંત અનેક સેન્સર્સનો ઉપયોગ કરશે. પિકસલ 4માં રડાર આધારિત જે જેસ્ચર છે તે હજુ સુધી કોઇ મોબાઇલમાં જોવા મળ્યું નથી.
ADVERTISEMENT

ગુગલે 2015માં પ્રોજેકટ સોલીની જાહેરાત અને ડેમો કર્યો હતો. જેમાં આંગળી અને અંગુઠાને મોબાઇલની નજીક રાખીને અલગ અલગ રીતે રબ કરવાથી મોબાઇલને કે સ્ક્રીનને અડયા વિના મીડીયા, સ્કીપ સોન્ગ, સ્નુઝ એલાર્મ, સાઇલેન્સ ફોન કોલ, સહિતના કેટલાક ફંકશન ઓપરેટ થઇ શકશે. પિકસલ 4ના આ નવા ફિચર્સની ચર્ચા છેલ્લા કેટલાય દિવસથી ટેક વર્લ્ડમાં ચાલતી હતી. જોકે ગુગલે ફોન લોન્ચ થવાના દિવસો પહેલા જાહેરાત કરીને અટકળો પર પડદો પાડી દીધો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો