બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દુનિયામાં મચ્યો હડકંપ! ગૂગલે 10 ટકા છટણીનું કર્યું એલાન, આ કર્મચારીઓની નોકરી જોખમમાં

છટણી / દુનિયામાં મચ્યો હડકંપ! ગૂગલે 10 ટકા છટણીનું કર્યું એલાન, આ કર્મચારીઓની નોકરી જોખમમાં

Last Updated: 05:32 PM, 20 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટમાં ગૂગલના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે 10 ટકાના આંકડામાંથી કેટલીક નોકરીઓ વ્યક્તિગત યોગદાનકર્તાની ભૂમિકામાં શિફ્ટ કરવામાં આવી હતી અને કેટલીકને ભૂમિકામાંથી દૂર કરવામાં આવી હતી.

આજના આ ટેકનોલોજીના જમાનામાં નોકરીઓ પર કાપ લાગી રહ્યો છે. હવે કંપની ધીરે ધીરે કર્મચારીઓની છટણી કરી રહી છે. ગૂગલ મેનેજમેન્ટે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જાહેરાત કરી છે કે કંપની ડિરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટ સહિત મેનેજરની ભૂમિકાઓમાં 10 ટકા નોકરીઓ કાપશે. કંપનીના આ નિર્ણયને કારણે ઘણા લોકોને નોકરીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે. એક રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓપનએઆઈ જેવા સ્પર્ધકો તરફથી AI માં વધતી સ્પર્ધા વચ્ચે ગૂગલે આ પગલું ભર્યું છે.

layoffs

જાન્યુઆરીમાં ગૂગલે 12,000 નોકરીઓમાં કાપ મૂક્યો હતો

સમાચાર અનુસાર CEO પિચાઈએ કહ્યું કે ગૂગલે કંપનીને કાર્યક્ષમ બનાવવા અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ફેરફારો કર્યા છે. રિપોર્ટમાં ગૂગલના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે 10 ટકાના આંકડામાંથી કેટલીક નોકરીઓ વ્યક્તિગત યોગદાનકર્તાની ભૂમિકામાં શિફ્ટ કરવામાં આવી હતી અને કેટલીકને ભૂમિકામાંથી દૂર કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022 માં, પિચાઈએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે Google 20 ટકા વધુ કાર્યક્ષમ બને. ગયા જાન્યુઆરીમાં ગૂગલે 12,000 નોકરીઓમાં કાપ મૂક્યો હતો.

google2.jpg

ગૂગલ કંપની જનરેટિવ AI સુવિધાઓ લાવી છે

એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે Google દ્વારા વર્તમાન છટણીનો નિર્ણય તેના AI પ્રતિસ્પર્ધીઓ જેમ કે OpenAI સાથે સંરેખિત છે, જે નવા ઉત્પાદનો લાવી રહી છે. આ નવા ઉત્પાદનો ગૂગલના સર્ચ બિઝનેસને અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ઓપનએઆઈની સ્પર્ધાના જવાબમાં ગૂગલે જનરેટિવ એઆઈ ફીચર્સ લાવ્યા છે. છેલ્લી બુધવારની મીટિંગમાં પિચાઈએ Googleness શબ્દનો અર્થ સ્પષ્ટ કર્યો, ઉલ્લેખ કર્યો કે કર્મચારીઓને આધુનિક Google પર અપડેટ કરવાની જરૂર છે.

વધુ વાંચો : 10 વર્ષમાં આટલી ઘટી 1GB મોબાઈલ ડેટાની કિંમત, આવી રીતે આવી ડિજિટલ ક્રાંતિ

અગાઉ મે 2024 માં, ગૂગલે તેની કોર ટીમમાંથી 200 નોકરીઓ કાપી હતી અને ખર્ચ ઘટાડવાની પુનર્ગઠન પ્રક્રિયાના ભાગ રૂપે કેટલીક નોકરીઓ વિદેશમાં શિફ્ટ કરી હતી. એવા પણ સમાચાર છે કે કેલિફોર્નિયામાં એન્જિનિયરિંગ ટીમમાંથી લગભગ 50 નોકરીઓ કાપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Employees Googlelayoffs GoogleCEOSundarPichai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ