બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Google bans 36 android apps from google play store
Last Updated: 12:34 AM, 19 April 2023
ADVERTISEMENT
Google bans 36 android apps: ફ્રોડ એપ્સને લઈને નવી-નવી માહિતી સામે આવતી રહે છે. ગૂગલ પણ આવી એપ્સ પર સતત નજર રાખે છે, અને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરતું રહે છે. આ દરમિયાન, ઘણી વધુ મેલિશિયસ એપ્લિકેશનો સામે આવી છે. વાસ્તવમાં ગૂગલે પ્લે સ્ટોરમાંથી 36 એપ્સ ડિલીટ કરી દીધી છે. આ ખતરનાક એપ્સ સૌથી પહેલા McAfee દ્વારા જોવામાં આવી હતી.
કંપનીની રિસર્ચ ટીમે આ એપ્સ વિશે કહ્યું કે તે એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટો ખતરો છે કારણ કે તેઓ ફોનના માલિકની સંમતિ વિના ફોન સાથે છેડછાડ કરી રહ્યાં હતાં.
ADVERTISEMENT

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની ટીમે ગોલ્ડોસન નામની સોફ્ટવેર લાઇબ્રેરી શોધી કાઢી છે. આ અંગે કંપનીનું કહેવું છે કે તે ફોન પર ઇન્સ્ટોલ કરેલી એપ્લીકેશનની યાદી અને નજીકના જીપીએસ લોકેશન સહિત વાઇફાઇ અને બ્લૂટૂથ ડિવાઇસની માહિતીનો ઇતિહાસ એકત્રિત કરી શકે છે.
ADVERTISEMENT
આ સિવાય આ એપ્સ લાઈબ્રેરી યુઝર્સની પરવાનગી વગર પેજ પરની જાહેરાતો પર ક્લિક કરીને છેતરપિંડી કરવામાં પણ સક્ષમ છે.
સોર્સ દ્વારા જાણવા મળ્યું છે કે કંપની દ્વારા આ થર્ડ-પાર્ટી ખતરનાક લાઇબ્રેરી ધરાવતી 60 થી વધુ એપ્લિકેશનો મળી આવી છે, અને તે વન સ્ટોર અને ગૂગલ પ્લે એપ પરથી 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. જોકે ગૂગલે આ 60માંથી 36 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને બાકીની એપ્સ અપડેટ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
_6.jpg)
લિસ્ટમાં છે આ એપ્સ
મેલવેયર એપ્સની લિસ્ટમાં InfinitySolitaire, Snake Ball Lover, Swipe Brick Breaker 2, UBhind: Mobile Tracker Manager, Bounce Brick Breaker, Infinite Slice, Compass 9: Smart Compass જેવી એપ્સ હાજર છે. તે ઉપરાંત ડેવલપર એપની લિસ્ટમાં Money Manager Expense & Budget, GOM Player, Korea Subway Info: Metroid, Money Manager જેવી એપ્સ છે.
ADVERTISEMENT
પ્રતિબંધિત એપ્સ પ્લે સ્ટોર પર દેખાતી નથી, પરંતુ જે યુઝર્સએ ફોનમાં પહેલેથી જ ડાઉનલોડ કરેલ છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ એપના નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરે અથવા તેને દૂર કરે કારણ કે તે તમારા એન્ડ્રોઇડ ફોનને જોખમમાં મૂકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.