ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Google Assistant Can Now Read And Reply To Texts On WhatsApp, Slack And Telegram
ADVERTISEMENT
ગૂગલ આસિસટન્ટ પહેલા માત્ર મોબાઈલ પર આવતા SMS અને હેંગઆઉટ પર આવતા મેસેજને વાંચીને સંભળાવતું હતું, પરંતુ હવે અન્ય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ જેવી કે WhatsApp અને ટેલિગ્રામ પર આવેલા મેસેજને પણ આસિસટન્ટ વાંચીને સંભળાવશે. એટલું જ નહીં, આ સિવાય યૂઝર બોલીને પણ મેસેજનો જવાબ આપી શકશે.
ADVERTISEMENT

જો કે, પહેલાં પણ આ સુવિધા ગૂગલ આસિસટન્ટ ફિચરમાં હતી, પરંતુ તે માત્ર SMS અને હેંગઆઉટ સુધી મર્યાદિત હતી. પરંતુ હવે અસિસટન્ટમાં નવા બદલાવ કરી દેવામાં આવ્યા છે, જેની મદદથી તે WhatsApp અને ટેલિગ્રામ પર આવેલા મેસેજને વાંચીને સંભળાવશે. તો બીજી તરફ યૂઝર પોતાના અવાજ દ્વારા અથવા તો ટેક્સ્ટ કરીને પણ મેસેજનો રિપ્લાય આપી શકશે.
ADVERTISEMENT
જો મેસેજમાં કોઈ ફોટો અથવા વીડિયો/ઓડિયો ફાઈલ હશે તો આસિસટન્ટ યૂઝરને જણાવશે કે મેસેજમાં ફાઈલ છે અને તે ફાઈલને ઓપન નહીં કરે. આસિસટન્ટને પરમિશન આપવા માટે યૂઝરે 'રીડ માય મેસેજ' કહેવું પડશે, ત્યારબાદ આસિસટન્ટ મેસેજ વાંચવાનું શરૂ કરશે.

ADVERTISEMENT
યૂઝરે જો રિપ્લાય પરમિશન ઓફ રાખી હશે તો આસિસટન્ટ પહેલાં યૂઝર પાસેથી પરમિશન લેશે જે પછી આગળની પ્રોસેસ શરૂ કરશે. એક વખત પરમિશન આપ્યા પછી યૂઝર તેના રિપ્લાય ફિચરનો ઉપયોગ કરી શકશે.
આ સિવાય જ્યારે યૂઝર ડ્રાઈવિંગ કરી રહ્યો હશે અથવા ડિવાઈસ હાથમાં લેવાની સ્થિતિમાં નહી હોય ત્યારે આ ફિચર વધારે ઉપયોગી સાબિતરૂપ થશે. આસિસટન્ટ ઘણી ભાષાઓમાં કામ કરશે.
અત્યારે આ અંગેની કોઈ સત્તાવર જાહેરાત કરવામાં નથી આવી કે ફિચરનો ઉપયોગ કરવા માટે સર્વર તરફથી અપડેટ મળશે કે યૂઝરે લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો