ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / give-your-bike-for-rent-and-earn-money

NULL / બાઇક ભાડાં પર આપીને દર મહિને કરો હજારો રૂપિયાની કમાણી જાણો પ્રોસેસ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે ઇચ્છો છો કે તમારી કેટલીક એક્સ્ટ્રા કમાણી થાય તો તમને જણાવી દઇએ કે નોઇડા સ્થિત નવી બાઇક ટેક્સી સ્ટાર્ટઅપ તમારા માટે એક મૌકો લઇને આવ્યા છે. તમે આ કંપનીને ભાડાં પર નવી બાઇક આપીને 10000 રૂપિયાની કમાણી કરી શકો. તમારી જાણકારી માટે આ ખાસ ઑફરનું નામ  બાઇકબોટ (bikebot)છે. જોકે તમમે જણાવી દઇએ કે આ માટે તમારી કંપનીના નિયમો અને શરતોનું પાલન કરવું પડશે તો જાણીએ સમગ્ર પ્રોસેસ વિશે અને કઇ રીતે દર મહિને કમાણી થશે..

સૌથી પહેલા જાણો બાઇકબોટ વિશે:
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે બાઇકબોટ કંપની દેશના લગભગ 50થી વધારે શહેરોમાં પોતાની બાઇક ટેક્સીની સુવિધા આપે છે. જો તમે પણ ઇચ્છો તો તમે આ કંપનીની એપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છે. વાસ્તવમાં એક સ્ટાર્ટઅપ છે અને કંપનીની હેડ ઑફિસ નોઇડામાં છે. જોકે આ કંપની નોઇડા સિવાય દેશના લગભગ 50થી વધારે શહેરોમાં પોતાની સર્વિસ શરૂ કરી ચૂકી છે. બાઇકબોટ કંપનીમાં એક્સક્યૂટિવ તરીકે કામ કરતા અરહિંત જૈનના અનુસાર કંપની આગામી દિવસોમાં એક્સપેન્શનના મૂડમાં છે. 

હવે કંપની આપી રહી છે કમાણીનો મૌકો:
કંપની પોતાના એક્સપેન્શન પ્લાન હેઠળ લોકો માટે એક ખાસ ઑફર લઇને આવી છે. આ ઑફર હેઠળ કંપની સામાન્ય લોકોને દર મહિને  9765 રૂપિયાની કમાણીનો મૌકો આપે છે. આ ઑફર હેઠળ તમારે કંપનીને એક નવી બાઇક ભાડાં પર આપવાની રહેશે. આ નવી બાઇક કંપની જ ખરીદશે આ માટે કંપનીમાં 62100 રૂપિયાનો રોકાણ કરવું પડશે. આ નવી બાઇક માટે કરેલા રોકાણ પર કંપની તમને 9765 રૂપિયા આપશે. જેમાં 5175 રૂપિયાની બાઇકનો હપ્તો અને 4590 રૂપિયા તમારી બાઇકના મહિનાના ભાડામાં શામેલ છે.

બીજી પણ ઘણી ઑફર:
જો કોઇ વ્યકિત કંપનીમાં એક સાથે 3 બાઇકનું રોકાણ કરે તો કંપની આ વ્યકિતને ત્રણેય બાઇક પર 9765 રૂપિયા અને સાથે જ પ્રતિ બાઇક પેમેન્ટની સાથે 4590નું બોનસ આપશે.

અન્ય રીતે પણ કંપની સાથે જોડાવો:
એક્ઝિક્યૂટિવે આગળ જણાવ્યુ કે જો તમે કંપનીમાં ભાડાં પર બાઇક નથી આપવા ઇચ્છતા અને કંપની સાથે જોડાવવા ઇચ્છો છો તો કંપનીની ફ્રી ફ્રેન્ચાઇઝી પણ લઇ શકો છો સાથે જ તમે ઇચ્છો તો ડ્રાઇવર તરીકે કંપનીની સાથે જોડાઇને કમાણી કરી શકો છો.

જાણો બાઇક ભાડાં પર આપવની પ્રોસેસ:
જો તમે કંપનીને ભાડાં પર પોતાની બાઇક આપવા માંગો છો તો સૌથી પહેલા કંપનીની ઑફિશ્યલ વેબસાઇટ mybikebot.com પર જઇને રજિસ્ટ્રર કરો. આ પછી કંપનીના અધિકારી તમારો સંપર્ક કરશે અને પછી ઇચ્છો તો કંપનીના નોઇડા સ્થિત હેડ ઑફિસમાં જઇને રજિસ્ટ્રેશન કરી શકો છો. તમે ઇચ્છો તો કંપનીની ઑફિશ્યલ વેબસાઇટ પર આપેલા કોન્ટેકટ નંબર પર વાત કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ