બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / સ્પોર્ટસ / Cricket / gautam gambhir announces to take full responsibility of 25 sex workers daughters

સેવાકાર્ય / ગૌતમ ગંભીર ઉઠાવશે સેક્સ વર્કર્સની 25 દીકરીઓની સંપૂર્ણ જવાબદારી, નાનીના જન્મદિવસે કર્યો નિર્ણય

Last Updated: 12:12 PM, 31 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વીય દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે શહેરના પ્રખ્યાત જીબી રોડ એરિયાના દેહવ્યાપાર કરતા બહેનોની મદદ માટે હાથ લંબાવ્યા છે. તેમની 25 દીકરીઓને ભણાવવાની અને તેમની દેખરેખની જવાબદારી ગૌતમે ઉઠાવી છે. જાણકારી અનુસાર ગૌતમ તેમની નાનીના જન્મદિવસે આ શુભકાર્યની શરૂઆત કરવા માંગે છે.

  • ગૌતમ ગંભીરનો મહત્વનો નિર્ણય
  • 25 દીકરીઓની જવાબદારી ઉઠાવશે
  • નાનીના જન્મદિવસ પર કર્યુ  શુભકાર્ય

તેમણે કહ્યું કે, સમાજમાં દરેક વ્યક્તિને સારુ જીવન જીવવાનો અધિકાર છે. તે આ બાળકીઓને સારુ જીવન આપશે, જેથી બાળકીઓના સપના સાકાર થાય, હાલમાં 10 દીકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે કે જે વિસ્તારની અલગ અલગ શાળામાં અભ્યાસ કરી રહી છે. 25 છોકરીઓની જવાબદારી ઉઠાવવાનો નિર્ણય ગંભીરે કર્યો છે. 

ગૌતમ ગંભીરે આ મુહિમને પંખ નામ આપ્યુ છે. આ 25 દીકરીઓ દિલ્હીના શેલ્ટર હોમમાં રહેશે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 5 વર્ષથી 18 વર્ષ સુધીની દીકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી તે દુનિયા સામે લડવા સશક્ત બને. 

ગૌતમ ગંભીર એક સફળ ક્રિકેટર રહી ચૂક્યા છે, અને તે તેમના સમયના સૌથી સારા ક્રિકેટરમાં ગણાતા હતા. બાદમાં તેમણે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી અને હવે તે તેમની નાનીના જન્મદિવસે આ સારુ કાર્ય કરવા જઇ રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ગૌતમ ગંભીર જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી સાંસદ સેક્સ વર્કર્સ Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ