બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Garlic jowar-millet bread

રેસિપી / ચોમાસામાં ખાવ લસણીયા જુવાર-બાજરીની રોટલી, વારંવાર ખાવાની થશે ઇચ્છા

Published By: vtvAdmin

Last Updated: 02:36 PM, 18 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં ઘઉંની રોટલી અને બાજરીના રોટલા તો બનતા જ હશે. પરંતુ શું તમે ક્યારેય લસણીયા જુવાર-બાજરીની રોટલી ખાધી છે? જો તમે આ રોટલી ના ખાધી હોય તો આજે અમે તમને બનાવવાની રીત જણાવીશું. તમને ખાધા પછી વારંવાર ખાવાની ઇચ્છા થશે.

સામગ્રી
1/2 કપ જુવારનો લોટ
1/2 કપ બાજરીનો લોટ
1/2 ચમચી લસણની પેસ્ટ
1/2 ચમચી લીલા મરચાંની પેસ્ટ
1 ચમચી તલ
મીઠું
ઘી

બનાવવાની રીત:  એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી નાખી નરમ કણીક તૈયાર કરો. ત્યારબાદ તેમાંથી લૂઆ કરી લો. સૂકા જુવારના લોટની મદદથી તેમાંથી રોટલી વણી લો. પછી એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલી મૂકી બંને બાજુથી સરખી રીતે શેકી લો. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો. આમ તૈયાર થયેલી રોટલીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે તેમાંથી બીજી રોટલીઓ પણ તૈયાર કરી લો. ગરમ રોટલી પર ઘી ચોપડીને તરત જ પીરસો.

સંકળાયેલા મુદ્દાઓ

Recipe lifestyle જુવાર બાજરી લસણ recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ