બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / former gujarat cm anandiben patel's grand daughter sanskruti patel short film

EXCLUSIVE / પૂર્વ CM આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ કરી રહી છે આ ફિલ્મ, અમદાવાદ અને કચ્છમાં થયું શૂટિંગ

Published By: Gayatri

Last Updated: 05:35 PM, 1 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ પટેલને લઈને ફરી એક ગણગણાટ શરૂ થયો છે. આ વખતે સંસ્કૃતિ એક ફિલ્મ કરી રહી છે તેવી વાતો વહેતી થઈ છે. જો કે આ ફિલ્મ બૉલીવુડની નહીં પરંતુ એક ઈંગ્લિશ શોર્ટ ફિલ્મ હોવાનું મનાઈ રહ્યું છે.

  • સંસ્કૃતિ પટેલે હાલમાં જ એક ઈંગ્લિશ શોર્ટ ફિલ્મ શૂટ કરી
  • આનંદીબેન પટેલની દોહિત્રી છે સંસ્કૃતિ પટેલ
  • સંસ્કૃતિની માતા અને આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ છે

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંસ્કૃતિ પટેલે હાલમાં જ એક ઈંગ્લિશ શોર્ટ ફિલ્મ શૂટ કરી છે. આ ફિલ્મમાં અંકિત મોહાપાત્રા ઍક્ટર તરીકે કામ કરી રહ્યો છે. જ્યારે આ શોર્ટ ફિલ્મ શિવેન થર્યામલે ડિરેક્ટ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ માંડવી બીચ, અમદાવાદ અને કચ્છમાં થયું છે. જ્યારે આ શોર્ટ ફિલ્મ જયના (Jayana) પ્રોડક્શન હેઠળ બની છે અને ફિલ્મના પ્રોડ્યુસર સંસ્કૃતિની માતા અને આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ છે તેવું જાણવા મળી રહ્યું છે. 

Pic/ FB - Sanskruti Patel

ઉલ્લેખનીય છે કે સંસ્કૃતિનો ફિલ્મો પ્રત્યેનો પ્રેમ હંમેશાથી સોશ્યલ મીડિયામાં છલકાયો છે. પોતે ફેશન ડિઝાઈનર છે છતાં મોડલિંગ અને ઍક્ટિંગ પ્રત્યે પહેલેથી તેને લગાવ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોઝ અને ફોટો શૂટને લઈને હંમેશા સંસ્કૃતિ ચર્ચામાં રહી છે. સૂત્રો અનુસાર સંસ્કૃતિ પહેલાં પણ કહી ચૂકી છે કે તે બૉલીવુડની ફિલ્મો કરશે કે નહીં તે ખબર નથી પરંતુ કોઈ ફિલ્મ તો જરૂર કરશે. 

Pic/ FB - Sanskruti Patel

Jayana (જયના) નામ સંસ્કૃતિના દિલની છે નજીક

સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે આ શોર્ટ ફિલ્મ Jayana (જયના) પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી છે જેના પ્રોડ્યુસર ખુદ સંસ્કૃતિના માતા એટલે કે અનાર પટેલ હોવાનું માનવામાં આવે છે. Jayana નામ પાછળનું રહસ્ય પણ જ્યારે માલૂમ પડે છે ત્યારે સંસ્કૃતિની આ ફિલ્મ હોમ પ્રોડક્શન છે તેમ ચોક્કસપણે કહી શકાય.

Pic/ FB - Sanskruti Patel

કારણ કે Jayana નામ પહેલેથી જ સંસ્કૃતિની નજીક રહ્યું છે. તેણે તેના હાથ પર પણ આ નામનું ટૅટૂ ચિતરાવ્યું છે. જેનો અર્થ ખરેખરમાં પિતા જય (પટેલ) અને માતા અનાર (પટેલ) નું કૉમ્બિનેશન શોર્ટ ફોર્મ છે. Jay+Ana એટલે Jayana નામ થાય છે જે સંસ્કૃતિના દિલની નજીક પહેલેથી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાનું નામ આ જ નામથી રાખ્યું છે.

Pic/ FB - Sanskruti Patel

 

કોણ છે સંસ્કૃતિ પટેલ? 

સંસ્કૃતિ પટેલ ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલની દોહત્રી છે જ્યારે અનાર પટેલ અને જય પટેલની દીકરી છે. આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલની દીકરી એટલે સંસ્કૃતિના ભાઈનું નામ ધર્મ પટેલ છે જ્યારે તેની બહેનનું નામ ઝીલ છે. ઈન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયાના અન્ય માધ્યમોમાં તે ખૂબ લોકપ્રિય છે. સંસ્કૃતિનું ભણતર લંડનમાં થયું છે. તેણે લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અમદાવાદમાં તેનો 'સાંસ' નામથી મલ્ટિ ડિઝાઈનર ફેશન સ્ટુડિયો પણ છે. હાલ તે ન્યૂયોર્કમાં રહે છે પણ અમદાવાદ, મુંબઈમાં તેનું આવન-જાવન કોમન છે. ઍક્ટિંગનો શોખ પહેલેથી રહ્યો હોવાથી તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં ઍક્ટિંગ પણ શીખી છે.

Pic/ FB - Sanskruti Patel

કોઈ પણ સ્ક્રીન પર આવીશ તો ખરા : સંસ્કૃતિ

મહત્વનું છે કે જ્યારે સોશ્યલ મીડિયા અને મીડિયામાં સંસ્કૃતિ પટેલના ફોટો વાયરલ થયા છે ત્યારથી એ ચર્ચાએ જોર તો પકડી જ લીધું હતું કે તે ફિલ્મો કરશે. કહેવાય છે કે ભૂતકાળમાં જ્યારે સંસ્કૃતિએ પોતાના ફોટો સોશ્યલ મીડિયા પર સૌપ્રથમ વખત શૅર કરવાની શરૂઆત કરી ત્યારે તેના મિત્રો પાસેથી સારા એવા કમેન્ટ્સ મળ્યાં હતાં. મિત્રોએ પૂછ્યું હતું કે બૉલીવુડમાં ક્યારે આવી રહી છે. જેનો જવાબ આપતા તે સમયે સંસ્કૃતિએ ફેસબુક પર લખ્યું હતું કે સિલ્વર સ્ક્રીન પર ક્યારે આવીશ એ તો ખબર નથી, પરંતુ કોઈને કોઈ સ્ક્રીન પર જરૂરથી આવીશ તે વાત નક્કી છે. આવામાં કહી શકાય કે સંસ્કૃતિને પહેલેથી જ ફિલ્મો કરવાનો શોખ હતો એટલે ભલે હાલ બૉલીવુડમાં કોઈ ફિલ્મ ન આવી હોય પરંતુ આ શોર્ટ ફિલ્મ કરીને કોઈ પણ સ્ક્રીન પર આવવાની વાત સાચી સાબિત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anandiben Patel Short Film sanskruti patel આનંદીબેન પટેલ સંસ્કૃતિ પટેલ sanskruti patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ