ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / foreign ministry press conference ravish kumar

Article 370 / PAK ને ભારતનો જવાબ- દુનિયા સામે મુદ્દો ઉઠાવવાનું બંધ કરે, આ અમારો આંતરિક મામલો

Published By: Kavan

Last Updated: 08:34 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયથી પાકિસ્તાનને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન સતત કેટલાક એવા નિર્ણયો લઈ રહ્યું છે. શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાન મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે ભારતે દુનિયા સમક્ષ પોતાની સ્થિતિ બતાવી દીધી છે કે અમે જે પણ નિર્ણય લીધો તે આપણી આંતરિક બાબત છે. રવિશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન હવે જે પગલાં લઈ રહ્યું છે તે તેનો રોષ છે.

ADVERTISEMENT

પાક. પોતાના નિર્ણય પર કરે વિચાર : રવિશ કુમાર

પાકિસ્તાનના એરસ્પેસ બંધ કરવાના સમાચાર મામલે રવીશ કુમારે કહ્યું કે, આ મુદ્દે પાકિસ્તાને ખુલાસો કરી દીધો છે. એરસ્પેસ બંધ કરવામાં આવ્યો નથી, પરંતુ કેટલાક રૂટમાં બદલાવ લાવવામાં આવ્યો છે. રવિશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન જે પણ નિર્ણય લે છે અમે તેમને આ નિર્ણયો પર વિચાર કરવાનું કહ્યું છે. તે માત્ર આ નિર્ણય એટલા માટે લે છે કારણ કે દુનિયાને પોતાના તરફી આકર્ષી શકે. 

પાકિસ્તાન પોતાના વિકાસ આપે ધ્યાન 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાનને આ સમયે પોતાના દેશના વિકાસ પર ધ્યાન આપવું જોઇએ અને ક્રોસ બોર્ડર આતંકવાદ પર રોક લગાવવી જોઇએ. પાકિસ્તાનને આ વાત સમજવી જોઇએ કે અમે જે નિર્ણયો લીધા છે, તે અમારો આંતરીક મામલો છે. 

પાકિસ્તાન દ્વારા ભારતના ઉચ્ચ કમિશનર અજય બિસારિયાને પરત મોકલવાને લઇને રવીશ કુમારે કહ્યું કે, અત્યારે તેઓ દિલ્હીમાં નથી, કારણ કે અમે પાક.ને પોતાના નિર્ણયો પર વિચાર કરવાનું કહ્યું છે. 

POKની સમસ્યાનું પાકિસ્તાને નિરાકરણ લાવવું જોઇએ

તો આ તરફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પાકિસ્તાન વિરૂદ્ધ થઇ રહેવા પ્રદર્શન મુદ્દે તેમણે કહ્યું કે ત્યાંના લોકો સતત પાકિસ્તાન વિરૂદ્ધ અવાજ ઉઠાવતા કહ્યા છે. તેમની સમસ્યાનું નિરાકણ કરવું જોઇએ. જો કે, ભારતની POK મુદ્દે શું રણનીતિ રહેશે તે અંગે ખુલાસો કરવાનો તેમણે નનૈયો ભણ્યો છે. 

સમજૌતા એક્સપ્રેસ અટકાવી

સમજૌતા એક્સપ્રેસ 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિકને લઇને દિલ્હી પહોંચી ગઇ છે. ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી સાડા ચાર કલાક મોડી પહોંચી. ટ્રેનને ભારતીય ચાલક દળ (ક્રૂ) અટારી સરહદથી ચલાવીને ભારત લાવ્યાં.

પાકિસ્તાને ગુરૂવારે સમરજૌતા એક્સપ્રેસને ભારત મોકલવાની ના પાડી દીધી અને ટ્રેનને વાઘા સરહદ પર ઉભી રાખી દીધી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ટ્રેનના ક્રૂ માં ઉપસ્થિત બે ડ્રાઇવર અને એક ગાર્ડે ભારતીય સરહદમાં જવાથી ડર લાગતો હતો. પાકિસ્તાને આ પગલું ભારતે આર્ટિકલ-370 હટાવ્યા બાદ લીધુ હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Foreign Ministry India Press conference ravish Kumar ગુજરાતી ન્યૂઝ article 370

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ