બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Politics / For the first time in history, the event took place in Parliament today

કોરોનાકાળમાં 'સંસદ' / ઈતિહાસમાં પ્રથમ વખત આજે પાર્લામેન્ટમાં બની આ ઘટના, બેઠક વ્યવસ્થા પણ હતી કંઈક આવી

Nirav

Last Updated: 06:27 PM, 14 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારીની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરવા માટે સભ્યોને લોકસભા ચેમ્બર, ગેલેરી  અને રાજ્યસભાની ચેમ્બરમાં પણ બેસાડવામાં આવ્યા હતા.

  • કોરોના મહામારી વચ્ચે પહેલી વાર મળી સદનની બેઠક 
  • વર્ષ 2020ના ચોમાસું સત્રનો આજે હતો પ્રથમ દિવસ 
  • રાજ્યસભા અને લોકસભા બંને ચેમ્બરો અને ગેલેરીઓનો થયો ઉપયોગ 

 કોરોના વાયરસ મહામારીના નિયમોનું પાલન કરતા સોમવારે સંસદમાં ચોમાસું સત્રનો પ્રારંભ થયો.આ દરમિયાન પહેલી વાર લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસીને સદનની કાર્યવાહીમાં ભાગ લીધો. લોકસભા અધ્યક્ષ ઓમ  બિરલાએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ એકબીજાના ગૃહમાં બેસવા માટેના નિયમો અને પ્રક્રિયાઓમાં છૂટછાટ આપવામાં આવી હતી. 

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનો સમય હતો નિર્ધારિત 

સોમવારે લોકસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી શરૂ થઈને બપોરે 1 વાગ્યા સુધી ચાલી, જ્યારે કે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી છે. 

તેમણે કહ્યું કે પ્રક્રિયાના હિસ્સાની અનુરૂપ બંને સદનોની ચેમ્બર અને ગેલેરી ત્યા સુધી લોકસભાનો હિસ્સો માનવામાં આવશે જ્યાં સુધી આ સદનની કાર્યવાહી ચાલશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેનાથી અમુક સાંસદોને થોડી તકલીફ પડશે પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ માટે તે જરૂરી છે. પીએમ મોદી વગરે પણ માસ્ક પહેરીને આ નિયમનું પાલન કરતાં દેખાયા હતા. 

પીએમ મોદીએ પહેર્યું હતું બ્લ્યુ રંગનું થ્રી પ્લાઈ માસ્ક 

દરેક સભ્યો અને નેતાઓએ અલગ અલગ પ્રકારના માસ્ક પહેર્યા હતા, જેમાં પીએમ મોદી એ થ્રી પ્લાઈ બ્લ્યુ માસ્ક પહેર્યું હતું જ્યારે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સિતારમણ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સફેદ માસ્ક પહેર્યા હતા. અમુક સાંસદો જો કે ફેસ શિલ્ડ પહેરીને સંસદમાં આવ્યા હતા.  

દરેક સભ્યોની સીટ આગળ પ્લાસ્ટિક કવર 

દરેક સભ્યોની સુરક્ષા માટે સીટની આગલ પ્લાસ્ટિક શિલ્ડ કવર લગાડેલું છે. લોકસભા કર્મીઓ સાંસદોને તેમની નવી બેઠક વ્યવસ્થામાં હેલ્પ કરતા દેખાયા હતા. લોકસભા ચેમ્બરમાં 200 અને ગેલેરીમાં 50 સભ્યો હતા. લોકસભા ચેમ્બરમાં મોટી સ્ક્રીન લગાવાઇ હતી જેના દ્વારા રાજ્યસભામાં બેઠેલા લોકસભાના સભ્યો પણ દૃશ્યમાન હતા. 

ફારુખ અબ્દુલ્લાનું સાંસદોએ કર્યું અભિવાદન, દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ 

આ કાર્યવાહીમાં ધરપકડથી મુક્ત થયેલા સાંસદ ફારુખ અબ્દુલ્લા પણ આવી પહોંચ્યા હતા. અધીર રંજન ચૌધરી, સુપ્રિયા સુલે જેવા સાંસદોએ તેમનું અભિવાદન કર્યું હતું. સદનની કાર્યવાહી રાષ્ટ્રગાનથી આરંભ થઈ અને તે બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ, વર્તમાન લોકસભા સાંસદ વસંત કુમાર અને 13 પૂર્વ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આમ સદનમાં પ્લાસ્ટિક સુરક્ષા શિલ્ડ લગાવાયા હતા, અને સામાજિક અંતરના નિયમોનું પાલન થયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah Loksabha Nirmala Sitharaman PM modi Parliament RajyaSabha Social Distancing નિર્મલા સીતારામણ પીએમ મોદી રાજ્યસભા લોકસભા સંસદ સાંસદો 'Parliament' in the Corona period
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ