બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / For 2024 elections BJP has given the responsibility of Vijay Rupani and Purnesh Modi which state

Lok Sabha 2024 / 2024ની ચૂંટણી માટે BJPએ વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદીને જુઓ કયા રાજ્યની આપી જવાબદારી

Vishal Khamar

Last Updated: 04:09 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે. ભાજપે આગામી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 23 ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.

  • લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રભારીઓની યાદી જાહેર કરી
  • પાર્ટીએ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેતાઓની નિમણૂક કરી
  • પશ્ચિમ બંગાળમાં ત્રણ નેતાઓને મહત્તમ જવાબદારી સોંપવામાં આવી છે

ભાજપ આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કોઈ ઢીલ છોડવા માંગતો નથી. સત્તાની હેટ્રિક હાંસલ કરવા માટે, પાર્ટીએ હવે લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી આ નિમણૂંકો કરવામાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટરના પ્રભારી અરુણ સિંહના હસ્તાક્ષરવાળી યાદી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવી છે. યાદીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓના નામ સામેલ છે. આ યાદીમાં ઘણા નામો પહેલા જેવા જ છે. ખાસ વાત એ છે કે યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. પાર્ટીએ રાજ્યમાં ત્રણ નેતાઓને જવાબદારી સોંપી છે. આના પરથી સમજી શકાય છે કે પાર્ટી બંગાળને કેટલી ગંભીરતાથી લઈ રહી છે.

પંજાબમાં વિજયભાઈ રૂપાણી તેમજ પૂર્ણેશ મોદીને સોંપાઈ મહત્વની જવાબદારી
વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ સહ-પ્રભારી રહેશે. જ્યારે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણનાં પ્રભારી નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાતનાં બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 

વધુ વાંચોઃ 2 ડેપ્યુ. CM, વિધાનસભા સ્પીકર પદ... આજ રાત સુધીમાં જ નીતિશ કુમારને મળી જશે ભાજપનું સમર્થન!

2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી
ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રાજ્યમાં પાર્ટીએ પહેલીવાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. વિજયભાઈ રૂપાણીએ માત્ર 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ