બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / By tonight, Nitish Kumar will get the support of BJP!, Bihar Political Crisis
Last Updated: 03:34 PM, 27 January 2024
ADVERTISEMENT
Bihar Political Crisis : લોકસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપી અને ભાજપ સાથે ફરી એકવાર સરકાર બનાવી શકે તેવી ચર્ચા છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર NDA ગઠબંધનમાં સામેલ થવાની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને RJD વચ્ચે બેઠક ચાલી રહી છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી 2 ડેપ્યુટી CM અને વિધાનસભા અધ્યક્ષના પદની માંગ કરશે.
આવતીકાલે સાંજે બિહારમાં કેટલાક ટોચના અધિકારીઓની બદલી સહિત કેટલાક અન્ય પરિબળોનું મૂલ્યાંકન કર્યા પછી ભાજપ દ્વારા નીતિશ કુમારની આગેવાનીવાળી JDUને સમર્થનનો પત્ર આપવામાં આવશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે, નીતિશને આજે રાત સુધીમાં ભાજપ તરફથી સમર્થનનો પત્ર મળી જશે. ભાજપ પોતાના ધારાસભ્યોના હસ્તાક્ષરિત પત્ર નીતિશ કુમારને આપશે. BJPના ગૃહના નેતા અને પાર્ટી અધ્યક્ષ પણ આવતીકાલે રાજ્યપાલની સામે નીતિશની સાથે હશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી વિધાનસભા અધ્યક્ષનું પદ પોતાની પાસે જ રાખશે.
ADVERTISEMENT
બિહારમાં રાજકીય ઉથલપાથલની અટકળોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. આજે બપોરે RJD ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે, જ્યારે ભાજપે પણ 4 વાગ્યે બેઠક બોલાવી છે. આ સિવાય રવિવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના નિવાસસ્થાને JDU વિધાનસભાની બેઠક પણ બોલાવી છે. આ પહેલા શુક્રવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં BJPની એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં BJP અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી સહિત રાજ્યના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
હવે આ તમામ સંકેતો દર્શાવે છે કે RJD અને JDU અલગ થઈ ગયા છે. આ દરમિયાન JDU સાંસદોએ મોદી-નીતીશના સહયોગને મહત્વપૂર્ણ ગણાવવાનું શરૂ કર્યું છે. JDU નેતાઓનું વલણ RJD પ્રત્યે કઠોર જણાય છે. આ દરમિયાન બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેજસ્વી યાદવે કહ્યું કે, તેઓ બળવાને આસાનીથી નહીં થવા દે. હવે તમામની નજર નીતીશ કુમારના આગામી પગલા પર ટકેલી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આખરે 2025 સુધી ભાજપ નીતિશ કુમારને કેમ CM પદે રાખવા ઇચ્છે છે? આ છે ફાયદો
બિહારના રાજકારણ પર કેન્દ્રિત હતી દિલ્હીની બેઠક
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ભાજપની બેઠક પણ બિહારના રાજકારણ પર કેન્દ્રિત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે બિહાર ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી, જે સંપૂર્ણ રીતે બિહારના રાજકીય વિકાસ પર કેન્દ્રિત હતી. આ બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય ભાજપના નેતાઓ વચ્ચે JDU સાથે હાથ મિલાવવાના ફાયદા અને ગેરફાયદા પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, જો બિહારમાં BJP ફરી સરકાર બનાવે છે તો તે 2020ની જૂની ફોર્મ્યુલા પર પાછી ફરી જશે. મતલબ કે,નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેશે અને ભાજપ પાસે 2 ડેપ્યુટી CM રહેશે. રેણુ દેવી ડેપ્યુટી CM પદ માટે ટોચના દાવેદાર છે. પાર્ટી હજુ બીજા ડેપ્યુટી CMના નામ પર વિચાર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.