બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Why BJP wants to keep Nitish Kumar as CM till 2025?

Bihar Political Crisis / આખરે 2025 સુધી ભાજપ નીતિશ કુમારને કેમ CM પદે રાખવા ઇચ્છે છે? આ છે ફાયદો

Priyakant

Last Updated: 09:20 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Political Crisis Latest News: બિહારમાં રાજકીય સંકટ વચ્ચે પક્ષકારોમાં હલચલ મચી, ભાજપ અને JDU બંનેએ પોતાના ધારાસભ્યોની અલગ-અલગ બેઠક બોલાવી

  • લોકસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું 
  • 2025 સુધી નીતિશ કુમારને કેમ CM પદે રાખવા ઇચ્છે છે ભાજપ? 
  • ભાજપ અને JDU બંનેએ પોતાના ધારાસભ્યોની અલગ-અલગ બેઠક બોલાવી

Bihar Political Crisis : હાલ દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ચારેકોર બિહારની ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર INDIA ગઠબંધન છોડી અને ફરી એકવાર NDAમાં સામેલ થવાની અફવાઓ શરૂ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે એક વાત એવી પણ છે કે, ભાજપ 2025 સુધી નીતિશ કુમારને કેમ CM પદે રાખવા ઇચ્છે છે. બિહારમાં રાજકીય સંકટ વચ્ચે પક્ષકારોમાં હલચલ મચી ગઈ છે. આ તરફ ભાજપ અને JDU બંનેએ પોતાના ધારાસભ્યોની અલગ-અલગ બેઠક બોલાવી છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, BJPની ટોચની નેતાગીરીએ બિહાર વિધાનસભા ભંગ કરીને લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાના વિકલ્પને ફગાવી દીધો છે. આના ઘણા કારણો પણ સામે આવી રહ્યા છે.

બિહારમાં રાજકીય પરિવર્તનને લઈને હલચલ મચી ગઈ છે. નીતિશ કુમારે આજે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. BJPનું કેન્દ્રીય નેતૃત્વ 2025 સુધી નીતિશ કુમારને સીએમ તરીકે રાખવા માંગે છે જેના ઘણા કારણો છે. બિહાર ભાજપે આજે લોકસભા ચૂંટણીને લઈને બેઠક બોલાવી છે. બિહાર ભાજપની કાર્યકારી સમિતિની બેઠક આજે સાંજે 4 વાગ્યે પટના કાર્યાલયમાં યોજાશે. જેમાં તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે પણ હાજર રહેશે.

2025 સુધી ભાજપ નીતિશ કુમારને કેમ CM પદે રાખવા ઇચ્છે છે?

  • બિહાર ભાજપની આ બેઠકમાં ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેમજ બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરશે. BJPએ રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાના વિચારને નકારી કાઢવા પાછળના ઘણા કારણો છે.
  • ભાજપનું માનવું છે કે, લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાને કારણે લાલુ-તેજસ્વી જેવા અન્ય પરિબળો વર્ચસ્વમાં રહેશે જેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. જો વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાય તો નીતિશ કુમારની એન્ટી ઈન્કમ્બન્સી પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નીતિશ કુમાર સાથે ફરીથી હાથ મિલાવવાની સંભાવનાને લઈને ભાજપના ઘણા કાર્યકરો નારાજ છે. તેઓ લોકસભા ચૂંટણીમાં મોદીને જીતાડવા માટે કામ કરી શકે છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ માટે ભાગ્યે જ કામ કરશે. તેથી ભાજપ 2025ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સુધી નીતીશ કુમારને મુખ્યમંત્રી પદ પર રાખવા માટે સહમત છે. વિધાનસભા ભંગ કરવાનો અને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાનો વિચાર આ કારણોસર નકારી કાઢવામાં આવ્યો હતો.

ભાજપને 2025ની ચૂંટણીમાં પણ ફાયદો થવાની આશા 
લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પછાત વર્ગો માટે તેના કામ પર ભાર મૂકશે. BJP નેતાઓને ફરીથી JDU સાથે ગઠબંધનને લઈને નિવેદન ન આપવા માટે કહેવામાં આવશે. ભાજપે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીને અને અન્ય મુદ્દાઓ પર અત્યંત પછાત લોકોમાં પોતાની વોટ બેંક મજબૂત કરી છે. ભાજપ આને આગળ વધારશે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે, તેણે લવ-કુશના સમીકરણો પણ હલ કરી દીધા છે. ઉપેન્દ્ર કુશવાહ અને નીતીશ કુમારના એકસાથે આવવાથી તે મજબૂત થશે અને 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જબરદસ્ત ફાયદો થશે.

વધુ વાંચો: '...તો નીતિશકુમાર PM બનત', બિહારમાં રાજકીય ધમાસાણ વચ્ચે અખિલેશ યાદવનું મોટું નિવેદન

નીતિશ કુમારે ક્યારે યુ-ટર્ન લીધો?
નીતીશ કુમારે 1994માં જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. આ પછી 30 ઓક્ટોબર 2003ના રોજ જનતા દળ યુનાઈટેડની રચના થઈ અને 2005ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2013માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું.
આ પછી નીતીશ કુમારે વર્ષ 2015માં RJD અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં નીતિશે RJD છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા. 
ચાર વર્ષ પછી નીતીશ કુમારે વર્ષ 2022માં ફરી એકવાર ભાજપ છોડીને RJD સાથે હાથ મિલાવ્યા. હવે ફરી દોઢ વર્ષ બાદ નીતિશ RJD છોડીને ભાજપ સાથે ગઠબંધન કરે તેવી અટકળો ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ